________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વામાનંદન પાસ પ્રભુજી, અરજી ચિત્તમાં ધારો રે; રૂપવિબુધનો મોહન પભણે, નિજ સેવક કરી જાણો રે. સમય ૫
શ્રી શંખેશ્વર પાસજી, સુણો મુજ વિનતિ, આવ્યો છું હું આજ, આશા મોટી ધરી; લાખ ચોરાશી જીવા યોનિમાંહે ભમ્યો, તે માંહે મનુષ્ય જન્મ, અતિશયદુષ્કરો. ૧ તે પણ પૂરવ પુન્ય પ્રભાવે અનુભવ્યો, તો પણ દેવ ગુરુ ધર્મ, નવિ મેં ઓળખ્યો; શું થાશે પ્રભુ! મુજ, તુજ કરૂણા વિના, રઝળ્યો રાંકની પેરે, પામ્યો વિટંબના. ૨ ન દીધું શુદ્ધ દાન, સુપાત્રે ભાવથી, ન પાડ્યું વળી શીયલ, વીરંબિયો કામથી; તપ તપ્યો નહીં કોઈ, આતમને કારણે, શું ઝાઝું કહું નાથ, જાવું નરક બારણે. ૩ કીધા જે મે કુકર્મ, જો તે વિવરી કહું તો લાગે બહુ વાર, ભજન ક્યારે કરું ? પૂર્વ વિરાધક ભાવથી, ભાવ ન ઉલ્લસે, ચાસ્ત્રિ ડહોળ્યું નાથ, કરમ મોહની વશે. ૪ ક્ષણ ક્ષણમાં બહુ વાર, પરિણામની ભિન્નતા, તે જાણો છો મહારાજ, મારી વિકલ્પના નહી ગુણનો લવ લેશ, જગત ગુણી કહે, તે સુણી માહરૂં મન, અતિ ગહગહે. ૫ માગું દીનદયાળ, ચરણ તણી સેવના, વૃદ્ધિ ધર્મની હોજો, ભવોભવ ભાવના; દેજો તુજ દરિશન, દેવ અતિ ભલું, પૂરવ પુષ્ય પસાર્ય, કલ્પવૃક્ષ ફળ્યું. ૬
૧૯)
આજ શંખેશ્વર જિન ભેટીએ, ભેઢતા ભવદુઃખ નાસ, સાહેબ મોરા રે, જયો અશ્વસેન કુલ ચંદ્રમા, માતા વામા સુત પાસ સાવ આ૦ ૧ ભક્તવત્સલ જન ભયહરૂ, હસતાં હણીયા ષટુ હાસ્ય; સા દાનાદિક પાંચને દુહવ્યા, ફરી ન આવે પાસની પાસ. સાવ આ૦ ૨ કરી કામને કારમી કમકમી, મિથ્યાત્વને ન દઉં માન; સાવ અવિરતિ ને રતિ નહિ એક ઘડી, અગુણી અલગું અજ્ઞાન. સાઆ૦ ૩ નિંદક નિદ્રા ને નાસવી, મૃત રાગને રોગ અપાર; સાવ એક ધક્કે દ્વેષ ને ઢોલીયો, એમ નાઠા દોષ અઢાર. સાઆ૦ ૪
For Private And Personal Use Only