________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભપાસ જિનેસર વંદો રે, ભવસંચિત દુરિત નિકંદો રે; પ્રભુ અનુભવજ્ઞાન દિગંદો રે, સમતા વનિતા સવિ ઇંદો રે.... ૨ પ્રભુ મેં કાળ અનંત ગમાયો રે, તુમ દરિશન સાર ન પાયો રે; જો પાયો તો ન સુહાયો રે, ત્રિકરણ શુદ્ધ નવિ વ્યાયો રે.. ૩ મુજને મોહ મહીશે રમાડ્યો રે, ભવ નાટકમાંહિ ભમાડ્યો રે, વળી કુગુરુ કુદેવ નમાડ્યો રે, ગુહીં એળે અવતાર ગમાડ્યો રે... ૪ શુદ્ધ બોધ નૃપતિ સુપ્રસાદે રે, લઘુ સમકિત પરમ આહાદે રે, ટળ્યું પરમ મિથ્યાત્વ અનાદિ રે, થયો સહજ સ્વભાવ સાદિ રે... ૫ | જબ આપે આપ વિચાર્યું રે, તબ નિશ્ચય એહિ જ ધાર્યું રે, ઉપગાર ગુણે ન વિસાય રે, જબ વિષય કષાચ નિવાર્યા રે... ૬ એ મહિમા સર્વ તુમારો રે, તુજ મુજ વચ્ચે અંતર વારો રે; જિમ સફલ હોવે અવતારો રે, જ્ઞાનવિમલ ગુણ દિલ ધારો રે...૦
મુજ સરીખા મેવાસીને, પ્રભુ જો તું તારે; તારક તો જાણું ખરો, જુઠું બિરૂદ શું ધારે ? મુજ૦ ૧ સેવા સલામી નવિ ભરું, સીધી આણ ન માનું માહરી રીતિ પ્રીછો તમે, શું રાખીયે છાનું? મુજ૦ ૨ મહા મિથ્યાત્વ મેવાસમાં, વલી વાસ મેં કીધો; ગુન્હી અને અકહાગરો, નવિ ચાલું સીધો. મુજ૦ ૩ જે તે વરસ્યા વેગળાં, તે મેં આઘા લીધા; તુજશું બાંધી બાકરી, અન્યાયો મેં કીધા. મુજ૦ ૪ દ્વેષ ધરી તુજ ઉપરે, બીજાશું મળીયો; તુજ શાસન ઉત્થાપીને, પાખંડે વળીયો. મુજ૦ ૫
For Private And Personal Use Only