________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| મેરે મન મધુકરકે મોહન, તુમ હો વિમલ સદલ અરવિંદ;
નયન ચકોર વિલાસ કરત હૈ, દેખત તુમ મુખ પૂનમચંદ. જય૦ ૫ દૂર જાવે પ્રભુ! તુમ દરિશનસે દુઃખ દોહગ દારિદ્ર અધદંદ; વાચકજસ કહે સહસ ફલત હૈ, જે બોલે તુમ ગુનકે વૃંદ. જય૦ ૬
(૨)
પાર્થપ્રભુશંખેશ્વરા શંખેશ્વરા, મુજ દરિસણ વેગે દીજે રે; તુજ દરિસણ મુજ વાલહો, જાણે અહોનિશ સેવા કીજે રે.પાર્થ. ૧ રાત દિવસ સુતા જાગતા, મુજ હૈયે ધ્યાન તમારૂં રે; જીભ જપે તુજ નામને, તવ ઉલ્લાસે હૈયું મારું રે.પાર્થ૦ ૨ દેવ દીયે જો પાંખડી, તો આવું તુજ હજુર રે; મુજ મન કેરી વાતડી, કહી દુઃખડા કીજે દૂર રે.પાર્થo ૩ | તું પ્રભુ આતમ માહરો, તું પ્રાણજીવન મુજ દેવ રે; સંકટ ચૂરણ તું સદા, મુજ મહેર કરો નિત્યમેવ રે. પાર્શ્વ૪ કમળ સૂરજ જેમ પ્રીતડી, જેમ પ્રીતિ બપૈયા મેહ રે; દૂર થકી તિમ રાખજો, મુજ ઉપર અધિકો સ્નેહરે.પાર્થ૦ ૫ સેવકની આ વિનતિ, અવધારી સુનજર કીજે રે; લબ્ધિવિજય કવિ પ્રેમને, પ્રભુ અવિચળ સુખડાં દીજે રે. પાશ્વ ૬
શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવી રે; મનમોહના જિનરાયા, સુરનર કિન્નર ગુણ ગાયા રે, મન, જેદિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદ નીઠી રે. મન૦ ૧ મટકાનું મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવિ મન્ન રે; સમતારસ કેરાં કચોળા, નયણાં દીઠે રંગરોળાં રે. મન૦ ૨
For Private And Personal Use Only