________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારા વિના આંસુ કોણ લુંછે ?તારી ભક્તિના ભાવ કોણ પૂછે?
જ્ઞાનવિમલના પ્રાણ આધાર; બાળક૦ ૬
અબ મોહે એ સી આય બની, શ્રી શંખેશ્વર પાસ જિનેસર, મેરે તું એક ધની. અબ૦ ૧ તુમ બિનું કોઉ ચિત્ત ન સુહાવે, આવે કોડી ગુની, મેરો મન તુજ ઉપર રસિયો, અલિ જિમ કમલ ભણી. અબ૦ ૨ તુમ નામે સવિ સંકટ ચૂર, નાગરાજ ધરની, નામ જપું નિશિ વાસર તેરો, એ શુભ મુજ કરની. અબ૦ ૩ કોપાનલ ઉપજાવત દુર્જન, મન વચન અરની, નામ જપું જલધાર તિહાં તુજ, ધારું દુઃખ હરની. અબ૦ ૪ મિથ્યામતિ બહુ જન હૈ જગમેં, પદ ન ધરત ધરની, ઉનસે અબ તુજ ભક્તિ પ્રભાવે, ભય નહિ એક કની. અબ૦ ૫ સજ્જન-નયન સુધારસ-અંજન, દુરજન રવિ ભરની, તુજ મુરતિ નિરખે સોં પાવે, સુખ જસ લીલ ઘની. અબવ ૬
જય! જય! જય! જય ! પાસ જિગંદા અંતરીક્ષ પ્રભુ! ત્રિભુવન તારણ, ભવિક કમલ-ઉલ્લાસ દિગંદ. જય૦ ૧ તેરે ચરણ શરણ મેં કીનો, તુમ બિન કુન તોડે ભવ ફંદ; પરમપુરુષ પરમારથદર્શી, તું દીયે ભવિકલું પરમાનંદ. જય૦ ૨ તું નાયક તું શિવસુખદાયક, તું હિતચિંતક,તું સુખકંદ; તું જનરંજન, તું ભવભંજન, તું કેવલ કમલા-ગોવિંદ. જય૦ ૩ કોડિદેવ મિલકે કર ન શકે, એક અંગૂઠ રૂપ પ્રતિછંદ; ઐસો અદ્ભુત રૂપ તિહારો, બરસત માનું અમૃત કે બુદ. જય૦ ૪
For Private And Personal Use Only