________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં પાલવ પકડડ્યો ખરો, દાસ છું દીન દયાળ, નાઠા ઇમ નવિ છૂટશો, સેવક જન પ્રતિપાળ. પ્રા. ૩ નિપટ કાંઈ કરી રહા, આંખ આડા કાન, સેવક સમજી નિવાજ, કીજે આપ સમાન. પ્રા. ૪ ભાગ્યવંત હું જગતમાં, નિરખ્યો તુમ દેદાર, મોહન કહે કવિ રૂપનો,જિનજી જગત આધાર. પ્રા. ૫
૨૦)
,
,
,
,
(રાગ - માતા મરૂદેવીના નંદ) શંભણ પાસપ્રભુ તુજ બિંબ....... નિરખી અદ્ભુત રચના, મારૂં ચિત્ત ઠરાણું જી. કે મારું દિલ ઠરાવ્યું છે.................................... ભવભવ ભટકત શરણે આવ્યો, દુઃખીયો દીન અનાશ, કરૂણાસાગર આપ કહાવો, મુજને કરો સનાથ.... ૧ ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર કુમારી, સેવા કરે સુજાણ, મેરી ક્યાં શક્તિ પ્રભુ તુમારી, ભક્તિ કરૂં અજાણ... ૨ નાગાર્જુનકી સિદ્ધિ કીની, દીના દુઃખ નિવાર, એમ અનેક ભક્ત ઉદ્ધરીયા, મુજને દીયો વિસાર.. ૩ અમૃતથી પણ અધિકી મીઠી, મૂરતિ નિરખી આજ, જન્મ જન્મકો રોગ મીટાયો, નયન સફળ શિરતાજ... ૪ અનુપમ મુદ્રા તીન જગતમેં, ઐસી ન દીઠી દેવ, પૂરવ પુણ્ય થકી હું પામ્યો, દીજે ભવોભવ સેવ.. ૫ જન્મ જન્મમેં શરણ તુમારો, મેરી યહ અરદાસ, “અમી' સમ તુમ વાણી રહો ઉરમેં, સફળ ભઈ મુજ આશ...૬
For Private And Personal Use Only