________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવસાગરમાં ભમતાં ભમતાં, પ્રભુ પાર્શ્વનો પામ્યો આરો રે, ઉદયરત્ન કહે બાહ્ય ગ્રહીને, સેવક પાર ઉતારો રે લાગે ...૬
તું પ્રભુ મારો હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નાહિ વિસારો મહેર કરી મુજ વિનંતી સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો. ૧ લાખ ચોરાશી ભટકી પ્રભુજી, આવ્યો હું તારે શરણે હો જિનજી દુરગતિ કાપો શિવસુખ આપો, ભક્ત સેવકને નિજપદ સ્થાપો. ૨ અક્ષય ખજાનો પ્રભુ તાહરો ભર્યો છે, આપો કૃપાળું મેં હાથ ધર્યો છે વામાનંદન જગવંદન પ્યારો, દેવ અનેરા માંહે તું ન્યારો. ૩ પલ પલ સમરું નાથ શંખેશ્વર, સમરથ તારણ તું હિ જિનેશ્વર પ્રાણ થકી તું અધિકો વહાલો, દયા કરી મુજને નેહે નિહાળો. ૪ ભક્ત વત્સલ તારું બિરૂદ જાણી,કેડ ન છોડું એમ લેજો રે જાણી ચરણોની સેવા નિત નિત ચાહું, ઘડી ઘડી મનમાંહે ઉમાહું. ૫ જ્ઞાનવિમલ તુજ ભક્તિ પ્રભાવે, ભવોભવના સંતાપ શમાવે અમીચ ભરેલી તારી મૂરતિ નિહાળી,પાપ અંતરના દેજો પખાળી. ૬
૧૯) (રાગ - ધર્મજિનેસર ધર્મ ધુરંધર પુરવ પુણ્ય મળીયો) પ્રાણ થકી પ્યારો મને, પુરિસાદાણી પાસ, આવ્યો તુજ મુખ દેખવા, પૂરો મુજ મન આશ. પ્રા૦ ૧ હવે મુજ તુમ મેળો થયો, નાવ નદી સંયોગ, સેવક જાણી આપણો, દાખો નવ નવ રંગ.પ્રા૦ ૨
For Private And Personal Use Only