________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અખિયાં દરિશન કી હૈ પ્યાસી.......... પરિષાદાની પાર્થ તુમારી, સુરનર જનતા દાસી, આશા પૂરણ તું અવનિતલ, સુરતરૂને સંકાસી... ૧ નિરાગી શું રાગ કરતા હોવત જગમાં હાંસી, એક પખો જે નેહ ચલાવે, દીઓ તેહને શાબાશી... ૨ અજર અમર અકલંક અનંતગુણ, આપ ભયે અવિનાશી, કારજ સકલ કરી સુખ પાયો, અબ ક્યું હોત ઉદાસી.. ૩ તું પુરુષોત્તમ પરમ પુરુષ હૈ, તું જગમેં જિતકાસી, જગથી દૂર રહ્યો પણ મુજ ચિત્ત, અંતર ક્યું કર જાસી ?..૪ વામાનંદન વંદન તુમચા, કરત હૈ શુભ મતિ વાસી, જ્ઞાનવિમલ પ્રભુ ચરણ પસાથે, સમકિત લીલ વિલાસી . ૫
તારી મૂરતિનું નહિ મૂલ રે, લાગે મને પ્યારી રે.... તારી આંખડીએ મન મોહ્યું રે, જાઉં બલિહારી રે. ૧ ત્રણ ભુવનનું તત્ત્વ લહીને, નિર્મળ તુંહી નિપાયો, જગ સઘળો નિરખીને જોતાં, તારી હોડે કો નહિ આયો રે, લાગે.. ૨ ત્રિભુવન તિલક સમોવડ તારી, સુંદર સુરતિ દીસે રે, કોડી કંદર્પ સમ રૂપ નિહાળી, સુર નરના મન હસે રે. લાગે.. ૩ જ્યોતિ સ્વરૂપી તું જિન દીઠો, તેને ન ગમે બીજું કાંઈ રે, જ્યાં જઇએ ત્યાં પૂરણ સઘળે,દીસે તુંહી તુંહી રે. લાગે.. ૪ તુજ મુખ જોવાને રઢ લાગી, તેને ન ગમે ઘરનો ધંધો રે, આળપંપાળ સવિ અલગી મૂકી, તુજસે માંડ્યો પ્રતિબંધો રે.લાગે... ૫
For Private And Personal Use Only