________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોહ મહા ભટ જે છે બળિયો, સચલ લોક જેણે છળિયો રે; માયામાંહે જગ સહુ ડુલિયો, તે તુજ તેજ ગળિયો રે આજ ૦૨ તુજ દરસન વિણ બહુ ભવ લિચો, કુગુરુ કુદેવે જલિયો રે; ઝાઝા દુઃખમાંહી હાંફળિયો, ગતિ ચારે આફળિયો રે આજ ૩ કુમતિ કદાગ્રહ હેલે દળિયો, જબ જિનવર સાંભળિયો રે; પ્રભુ દીઠે આણંદ ઉછળિયો, મગમાંહે ધી ઢળિયો રે આજ ૪ અવર દેવશું નેહ વિચલિચો, જિનાજીશું ચિત્ત હળિયો રે; પામી સરસ સુધારસ ફળિયો, કુણ લે જલ ભાંભલિયો રે આજ ૦૫ જન મન વાંછિત પૂરણ કલિયો, ચિંતામણિ ઝળહળિયો રે; મેઘ કહે ગુણમણિ માદળિયો, દો દોલત દાદલિયો રે આજ ૦
પ્યારો પ્યારો રે હો વાલા મારા પાસનિણંદ મને પ્યારો; તારો તારો રે હો વાલા મારા ભવના દુઃખડાં વારો, કાશીદેશ વાણારસી નગરી, અશ્વસેન કુલ સોહીએ રે; પાસ જિગંદા વામાનંદા,મારા વાલા, દેખત જન મન મોહીએરે પ્યારો. ૧ છપન દિકુમરી મિલી આવે, પ્રભુજીને હુલાવે, ચેઈ ચેઈ નાચ કરે મારા વાલા, હરખે જિન ગુણ ગાવે. પ્યારો૨ કમઠ હઠ ગાળ્યો પ્રભુ પાર્થે, બળતો ઉગાર્યો ફણીનાગ રે; દીઓ સાર નવકાર નાગકું, ધરણંદ્ર પદ પાયો રે.પ્યારો. ૩ દીક્ષા લઈ પ્રભુ કેવળ પાયો, સમવસરણે સુહાયો રે; દીએ મધુરધ્વની દેશના પ્રભુજી, ચૌમુખ ધર્મ સુણાચો રે.પ્યારો૪ કર્મ ખપાવી શિવપુર જાવે, અજરામર પદ પાવે રે; જ્ઞાન અમૃત રસ ફરસે મારા વાલા, જ્યોતિસે જ્યોત મિલાવે રે. યારો૫
For Private And Personal Use Only