________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વામા ઉર સર હંસલો રે, અશ્વસેન ફુલચંદ, શિવરમણી વરિયા પ્રભુ રે, ભોગવે પરમાનંદ રે, પ્રભુજી૩ ધન્ય જીવન જગ તેહનું અહોનિશ સેવે પાય, ભક્તિ ભલી પરે સાચવે રે આણ વહે જે સદાચ રે, પ્રભુજી ૪ ભવ અટવી ભમતાં થકાં રે, દીઠો પ્રભુ દેદાર, જિન ઉત્તમ દેખી હુઓ રે પદ્મને હર્ષ અપાર રે, પ્રભુજી ૫
(રાગ - જિન તેરે ચરણ કી...) શરણ તુમારે આયો નિણંદરાય ! શરણ તુમારે આચો, પકડી જકડી મોહ મહારાચે, ચિહું ગતિ ચોક ફિરાયો શરણ૦ નરક નિગોદને બંદીખાને, કાલ અનંત રઝાયો, પાયા અતિમહામદના પ્યાલા, બહુ વિપરીત ભમાયો શરણ૦ ૧ મોહતણી રાણી મહામૂઢતા, તેણે હું ધંધે લગાચો, છાઈ રહ્યા મુજ આંતર લોચન, આપણું આપ ભૂલાયો શરણ૦ ૨ મહા મંત્રીશ્વર મોહરાયકો, મિથ્યાદર્શન કહાયો, કુદેવ કુગુરુ કુધર્મની સંગે, સૂધ બુધ સઘળી હરાયો શરણ૦ ૩ નાના વેશ ભેખ પાખંડ, મર્કટ નાચ નચાયો, વિપર્યાલ આસન પર મંડપ, ચિત્ત વિક્ષેપ રચાયો શરણ૦ ૪ સુણો અરદાસ સમ પ્રભુ પાર્શ્વ ! પંચાસર સુખદાયો, અંતરંગ રિપુ ભય સવિ નાઠો, જે વિનયે પ્રભુ ધ્યાચો શરણ ૫
(રાગ - તુજ શાશનરસ અમૃત મીઠું) આજ મનોરથ માહરો ફળિયો, પાસ જિનેસર મળિયો રે; દુરગતિનો ભય દૂરે ટળિયો, પાયો પુણ્ય પોટલિયો રે... આજ ૦ ૧
For Private And Personal Use Only