________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઈ બસો ભગવાન મેરે મન આઈ બસો ભગવાન, મ નિર્ગુણી ઇતના માગત હું હોવે મેરા કલ્યાણ. ૧ મેરે મન કી તુમ સબ જાનો, ક્યા કરૂ આપણે ધ્યાન, વિશ્વ હિતેષી દિન દયાળું, રખીયે મુજ પર ધ્યાન. ૨ ભોગાધિન હોવત મન મેલું, બિસરી તુમ ગુણ ગાન, વહાંસે છુડાવો હૃદયે આઈ અરિભંજક ભગવાન. ૩ આપ કૃપાસે તર ગયે ફેઈ, રહ ગયા મે દર્દવાન, નિગાહ રખકે નિર્મલ કીજે, ધનવંતરી ભગવાન. ૪ શ્રી શંખેશ્વર પાર્થ જિનેશ્વર, દીજિયે તુમ ગુણ ગાન, ઇન્ડેિ સહારે “ચિઠ્ઠન’ દેવા, બનુંગા આપ સમાન. ૫
અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો; સાંભળીને આવ્યો છું તીરે, જન્મ મરણ દુઃખ વારો, સેવક અરજ કરે છે રાજ ! અમને શિવસુખ આપો. આપો આપોને મહારાજ અમને મોક્ષ સુખ આપો સેવક. ૧ સહુકોનાં મન-વંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો; એહવું બીરૂદ છે રાજ! તમારું કેમ રાખો છો દૂર?. સેવક. ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો; કરુણાસાગર કેમ કહેવાશો ? જો ઉપકાર ન કરશો. સેવક૦ ૩ લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિશન દીજે; ધુંઆડે ધીજું નહિ સાહિબ, પેટ પડ્યાં પ્રતિજે. સેવક. ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો; કહે “જિન હર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો. સેવક ૦૫
For Private And Personal Use Only