________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસ શંખેશ્વરા સાર કર સેવકા, દેવ ! કાં એવડી વાર લાગે; કોડી કરજોડી દરબાર આગે ખડા,ઠાકુરા ચાકુરા માન માગે. ૧ પ્રગટ થા પાસજી, મેલી પડદો પરો, મોડ અસુરાણને આપ છોડો; મુજ મહીરાણ મંજૂષમાં પેસીને, ખેલકના નાથજી બંધ ખોલો. ૨ જગતમાં દેવ ! જગદીશ તું જાગતો, એમ શું આજ જિનરાજ ! ઉંઘે ? મોટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જેહ જગકાળ મુંધે. ૩ ભીડ પડી જાદવા જોર લાગી જરા, તત્ક્ષણ ત્રિકમ તુજ સંભાર્યો પ્રગટ પાતાલથી પલકમાં તેં પ્રભુભક્તજન તેહનો ભય નિવાર્યો. ૪ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાળ છે કોણ દૂજો ? ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભયભંજનો એહ પૂજો. ૫ ૧ કૃષ્ણ
તાર મુજ તાર મુજ, તાર ત્રિભુવન ધણી, પાર ઉતાર સંસાર સ્વામી; પ્રાણ તું ત્રાણ તું શરણ આધાર તું, આતમારામ મુજ તુંહી સ્વામી. તારા ૧ તેહિ ચિંતામણિ /હિ મુજ સુરતરૂ, કામઘટ કામધેનું વિધાતા; સકલ સંપત્તિકરૂં, વિકટ સંકટહરૂં, પાસ શંખેશ્વરો મુક્તિદાતા.તારા. ૨ પુણ્ય ભરપૂર અંકૂર મુજ જાગીઓ, ભાગ્ય-સૌભાગ્ય મુખ નૂર વાધ્યો; સકલ વાંછિત ફળ્યો માહરો દિન વળ્યો, પાસ શંખેશ્વરો દેવ લાધ્યો.તાર૦ ૩ મૂર્તિ મનોહારિણી, ભવજલધિ તારિણી, નિરખત નયન આનંદ હુઓ; પાસ પ્રભુ ભેટિયા, પાતિક મેટીચા, લેટિયા તાહરે ચરણે જુઓ, તાર૦ ૪ પાસ તું મુજ ધણી, પ્રીતિ મુજ બની ઘણી, વિબુધવર નયવિજય ગુરુ વખાણી; મુક્તિપદ આપો આપ પદ થાપજો જસવિજય આપનો ભક્ત જાણી.તાર૦ ૫
For Private And Personal Use Only