________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકલ અરૂપી ઔર અવિનાશી, જગમે તુંહી નિરાગી...૨ સુરતિ સુંદર અચરિજ એહી, જગ જનને કરે રાગી...૩ શરણાગત પ્રભુ! તુજ પદ પંકજ સેવના મુજ મતિ જાગી...૪ લીલા લહેરે દે નિજ પદવી, તુમ સમ કો નહીં ત્યાગી...૫ વામાનંદન ચંદનની પરે, શીતલ તુ સૌભાગી...૬ જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન ધરતા, ભવ ભય ભાવઠ ભાંગી....૦
(રાગ-સુણો ચંદાજી સીમંધર) હો અવિનાશી ! નાથ નિરંજન સાહિબ મારો સાચો. હો શિવલાસી તવ પ્રકાશી, સાહિબ મારો સાચો, ભવસમુદ્ર રહ્યો મહાભારી, કેમ કરી તરું હો અવિકારી,
બાહ્ય ગ્રહીને કરો ભવપારી. ૧ વામાનંદન નયને નિરખ્યા, આનંદના પૂર હૈયે ઉમટિયા,
કામિત પૂરણ કલ્પતરૂ ફળીયા. ૨ મહિમા તારો છે જગભારી, પાર્શ્વ શંખેશ્વર જયકારી,
સેવકને ધો કેમ વિસારી ? ૩ માહરે તો પ્રભુ તું હી એક દેવા, ન ગમે કરવી બીજાની સેવા,
અરજ સુણો પ્રભુ દેવાધિદેવા. ૪ સાતરાજ અલગા જઇ બેઠા, પણ ભગતે અમ મનમાંહે પેઠા,
વાચક યશ કહે નયને દીઠા. ૫
કોયલ ટહુકી રહી મધુવનમેં, પાર્શ્વશામળીયાજી બસો મેરે મનમેં કાશીદેશ વાણારસી નગરી, જન્મ લીચો પ્રભુ ક્ષત્રિય કુલમેં, કોયલ૦ ૧ બાલપણામાં પ્રભુ અભુત જ્ઞાની, કમઠકો માન હર્યો એક પલમેં, કોચલ૦ ૨
For Private And Personal Use Only