________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિણે અંતરગતમે લાયા, પ્રભુ નેમિ નિરંજન ધ્યાયા; દુઃખ સંકટ વિઘન હટાયા, તે પરમાનંદ પદ પાયા
ફિર સંસારે નહીં આચા. ફિર૦ મે. ૬ મેં દૂર દેશસે આયા, પ્રભુ ચરણે શીશ નમાયા; મે અરજ કરી સુખદાયા, તુમે અવધારો મહારાયા,
એમ વીરવિજય ગુણ ગાયા. એમ મેં છે
(રાગ-બોલો બોલો રે શાલીભદ્ર દો વરીયા) રહો રહો રે યાદવ દો ઘડીયાં,દો ઘડીયાં દો ચાર ઘડીચા રહો. શિવામાત મલ્હાર નગીનો, ક્યું ચલીએ હમ વિછડીયાં ? રહો. યાદવ વંશ વિભૂષણ સ્વામી ! તમે આધાર છો અડવડીયા. રહો. ૧. તો બિન ઓરસે નેહ ન કીનો, ઓર કરનકી આંખડીયાં, રહો. ઇતને બીચ હમ છોડ ન જઇએ, હોત બુરાઈ લાજડીયા. રહો. ૨. પ્રીતમ પ્યારે ! કેહકર જાનાં, જે હોત હમ શિર બાંકડીયાં, રહો હાથસે હાથ મિલાદે સાંઈ, ફૂલ બિછાઉં સેજડીયાં. રહો. ૩ પ્રેમકે પ્યાસે બહુત મસાલે, પીવત મધુરે સેલડીયાં, રહો. સમુદ્રવિજય કુલતિલક નેમિકું, રાજુલ ઝરતી આંખડીયાં. રહો. ૪. રાજુલ છોડ ચલે ગિરનાર, નેમ યુગલ કેવલ વરીચાં, રહો. રાજીમતી પણ દીક્ષા લીની, ભાવના રંગરસે ચડીચાં. રહો. ૫ કેવલ લહી કરી મુગતિ સીધાવે, દંપતી મોહન વેલડીયાં, રહો. શ્રી શુભવીર અચલ લઈ જોડી, મોહરાય શિર લાકડીયાં, રહો. ૬.
દ્વારાપુરીનો નેમ રાજીયો,તજી છે જેણે રાજુલ જેવી નાર રે; ગિરનારી નેમ ! સંચમ લીધો છે બાળાવેશમાં. ૧
For Private And Personal Use Only