________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ દેશ ઘાતી સહં, અઘાતી હો કરી ઘાત દયાલ; વાસ કિયો શિવમંદિરે, મોહે વિસરી હો ભમતો જગજાલ. ૫૦ ૨ જગ તારક પદવી લહી, તાર્યા સહિ હો અપરાધી અપાર; તાત કહો મોહે તારતાં, કિમ કિની હો ઇણ અવસર વાર. ૫૦ ૩ મોહ મહામદ છાકથી, હું છકીઓ હો નહિ શુદ્ધિ લગાર; ઉચિત સહિ ઇણે અવસરે, સેવકની હો કરવી સંભાર. ૫૦ ૪ મોહ ગયે જો તારશો, તિણ વેળા હો કિહો તુમ ઉપગાર; સુખ વેળાં સાજન ઘણાં, દુખવેળા હો વિરલા સંસાર. ૫૦ ૫ પણ તુમ દરિશન ચોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ; અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કર્મવિનાશ ૫૦ ૬ કર્મ કલંક નિવારીને, નિજ રૂપે હો રમે રમતારામ, લહત અપૂરવ ભાવથી, ઇણ રીતે હો તુમ પદ વિશરામ. પ૦ ૦ ત્રિકરણ જોગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ, ચિદાનંદ મનમેં સદા, તુમે આવો હો પ્રભુ નાણદિણંદ. ૫૦ ૮
(૨)
નિરખ્યો નેમિ નિણંદને, અરિહંતાજી,
રાજીમતી કર્યો ત્યાગ, ભગવંતાજી, બહાચારી સંયમ રહ્યો, અરિ૦ અનુક્રમે થયા વીતરાગ ભગ૦ ૧. ચામર ચક્ર સિંહાસન, અરિ૦ પાદપીઠ સંયુત; ભગ છગ ચાલે આકાશમાં અરિ દેવદુંદુભિવર યુત. ભગ૦ ૨. સહસ જોયા ધ્વજ સોહતો, અરિ પ્રભુ આગળ ચાલત; ભગo. કનકકમળ નવ ઉપરે, અરિ૦ વિચરે પાચ હવંત. ભગo ૩. ચાર મુખે દીએ દેશના, અરિ ત્રણ ગઢ ઝાકઝમાલ; ભગ કેશ-રોમ-શ્મ નખા, અરિ૦ વાધે નહિ કોઈ કાલ. ભગ૦ ૪.
For Private And Personal Use Only