________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5++++++++++++++++
તુમ ગુણ ગાવા જિહ્વા ઉલ્લસે,પુણ્ય પ્રકર હોય જાસ; બીજા ક્લેશ નિંદા વિકથા ભર્યા, કરે પરની અરદાસ. સેવો ૬
ગિરૂઓ સાહેબ સહેજે ગુણ કરે, આપે અવિચલ ઠામ; શ્રી ગુરુ ખિમાવિજય પય સેવતાં, સકલ ફલે જસ કામ. સેવો૦ ૭
શ્રી મુનિસુવ્રસ્વામીના સ્તવનો - ૩
૧
મુનિસુવ્રત મન મોહ્યું મારૂં, શરણ હવે છે તમારૂં; પ્રાતઃ સમય હું જાગું જ્યારે, સ્મરણ કરૂં છું તુમારૂં હો જિનજી;
તુજ મૂરતિ મનોહરણી, ભવ સાયર જલ તરણી હો જિનજી. તુજ ૧
આપ ભરોસો આ જગમાં છે, તારો તો ઘણું સારૂં;
જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો મેં તારો હો જિનજી. તુજ ૨
ચું ચું ચું ચું ચિડીયાં બોલે, ભજન કરે છે તમારૂં; મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો રહે, નામ જપે નહિ તારૂં હો જિનજી. તુજ ૩
ભોર થતાં બહુ શોર સુછું હું, કોઈ હસે કોઈ રૂપે ન્યા
સુખીયો સુર્વે દુઃખીયો રૂવે, અકલ ગતિએ વિચારૂં હો જિનજી.તુજ ૪
ખેલ ખલકનો બધો નાટકનો, કુટુંબ કબિલો હું ધારું; જ્યાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ ન્યારૂં હો જિનજી. તુજ ૫
માયા જાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારૂં; ઉદયરતન એમ જાણી પ્રભુજી તારૂં, શરણ ગ્રહ્યું છે મેં સારૂં હો જિનજી. તુજ ૬
(રાગ-શ્રી જિનવરને પ્રગટ થયુ રે)
શ્રી મુનિસુવ્રત સાહિબા રે, તુજ વિના અવર હો દેવ, નજરે દીઠા નવિ ગમે રે, કિમ કરીએ તસ સેવ,
***********
For Private And Personal Use Only