________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૨૪
***
જિનેશ્વર ! મુજને તુજ આધાર,
નામ તમારૂં સાંભરે રે, શ્વાસમાંહે સો વાર. ૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરખ્યા સુર નજરે ઘણાં રે, તેહશું ન મિલે તાર; તારો તાર મિલ્યાં પખે રે, કહો કિમ વાઘે પ્યાર. ૨ અંતર મન મિલ્યા વિના રે, ન ચઢે પ્રેમ પ્રમાણ; પાયા વિના કેમ સ્થિર રહે રે, મોટા ઘર મંડાણ. ૩ જોતા મૂરતિ જેહની રે, ઉલ્લસે નજર ન આપ; તેહવાશું જે પ્રીતડી રે, તે સામો સંતાપ. ૪ તેણે હરિહરાદિ સુર પરિહરી રે, મન ધરી તાહરી સેવ, દાનવિજય તુમ દરિસને રે,હરખ હોય નિત્યમેવ. ૫
હાંરે મુજ પ્રાણ આધાર તું મુનિસુવ્રત જિનરાય જો, મળીઓ હેજે હળીઓ પ્રીત પ્રસંગથી રે લો; હાંરે મુજ સુંદર લાગી માયા તાહરી જોર જો, અલગો રે ન રહું હું પ્રભુ તુજ સંગથી રે લો. ૧
હાંરે માનુ અમીય કચોળાં હેજાળાં તુમ નેણજો, મનોહર રે હસિત વદન પ્રભુ તાહરૂં રે લો; હાંરે કોઈની નહિ તીન ભુવનમાં તુમ સમ મૂર્તિ જો, એહવી સુરતી દેખી ઉલસ્યું મન માહરૂં રે લો. ૨
હાંરે પ્રભુ અંતર પડદો ખોલી કીજે વાત જો, હેજ હૈયાથી આણી મુજને બોલાવીએ રે લો; હાંરે પ્રભુ નયણ સલુણે સન્મુખ જોઈ એકવાર જો, સેવકના ચિત્તમાહે આણંદ ઉપજાવીયે રે લો. ૩
++++++++++++++++++
For Private And Personal Use Only