________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃગશિર સુદિ એકાદશી દિવસે, ઉપનું કેવલનાણજી, લોકાલોક પ્રકાશક ભાસક, પ્રગટ્યો અભિનવ ભાણ જિનજી૦ ૨ મત્યાદિકચઉનાણનું ભાસન, એહમાં સકલ સમાચજી, ગ્રહ ઉડુ તારા ચન્દ્રપ્રભા જિમ, તરણી તેજમાં જાય. જિનજી૦ ૩ $ોય ભાવ સવિ શાને જાણે, જે સામાન્ય વિશેષજી, આપ સ્વભાવે રમણ કરે પ્રભુ,તજી પુદ્ગલ સંકલેશ,જિનાજી૪ ચાલીશ સહસ મહામુનિ જેહના, રત્નત્રય આધારજી, સહસ પંચાવન સાહુણી જાણો,ગુણમણિ રયણ ભંડાર. જિનજીક ૫ શત સમન્યૂન, સહસ પંચાવન, વરસ કેવલ ગુણ ધરતજી, વિચરે વસુધા ઉપર જિનજી, બહુ ઉપકારને કરતા.જિનાજી ૬ કેવલનાણ કલ્યાણક જિનનું, જે ભવિઅણ નિત્ય ગાવેજી, જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, શુદ્ધ રૂપ તે પાવે જિનાજી૦ ૦
(રાગ - મારો મુજરો) સેવો મલ્લિ જિનેસર મન ધરી, આણી ઉલટ અંગ; નિત નિત નેહ નવલ પ્રભુશું કરો, જેહવો ચોલનો રંગ. સેવો૧ જેણે પામી વલી નરભવ દોહિલો, નવિ સેવ્યાં જગદીશ; તે તો દુઃખી ઘર ઘર તણાં, કામ કરે નિશદિશ. સેવો૨ પ્રભુ સેવે સુર સાંનિધ્ય ઇહાં કરે,પરભવ અમરની રિદ્ધ ઉત્તમ કુલ આર્ચ જ ક્ષેત્ર લહી,પામીયે અવિચલ સિદ્ધ. સેવો ૩ પ્રભુ દરિસણ દેખી નવિ ઉલ્લસે, રોમાંચિત જસ દેહ; ભવસાગર ભમવાનું જાણીએ, પ્રાયે કારણ તેહ સેવો૪ જિનમુદ્રા દેખીને જેહને, ઉપજે અભિનવો હ; ભવદવ તાપ શમે સવિ તેહનો, જિમ વૂડે પુફખર વર્ષ. સેવો૫
For Private And Personal Use Only