________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું કાપે ભવદુઃખ આપે પરમાનંદ રે, સાહેબજી. બલિહારી તાહરી પ્રભુજી કુંથુ નિણંદ રે, સાહેબજી. મનવાંછિત ફળીઓ મળીયો તુ મુજ જામ રે, સાહેબજી. ઇમ પભણે વાચક વિમલવિજયનો રામરે, સાહેબજી. ૫
શ્રી અરનાથ જિન સ્તવનો-૨
જગપતિ શ્રી અરજિન જગદીશ, હસ્તિનાપુર રાજીયો; જગપતિ રાચ સુદર્શન નંદ, મહિમા મહીમાંહે ગાજીયો. ૧ જગપતિ કંચન વરણ શરીર, કામિત પૂરણ સુરતરૂ; જગપતિ લંછન નંદાવર્ત, ત્રણ ભુવન મંગલકરૂ. ૨ જગપતિ ષખંડ ભરત અખંડ, ચક્રવર્તિની સંપદા; જગપતિ સહસ બત્રીશ ભૂપાલ, સેવિત ચરણકમલ સદા. ૩ જગપતિ સોહે સુંદર વાન, ચઉસઠ સહસ અંતેઉરી; જગપતિ ભોગવી ભોગ રસાલ, જોગદશા ચિત્તમાં ધરી. ૪ જગપતિ સહસ પુરૂષ સંગાથ, મૃગશિર સુદિ એકાદશી; જગપતિ સંયમ લીચે પ્રભુ ધીર, ત્રિકરણ ચોગે ઉલ્લસી. ૫ જગપતિ ચોસઠ સુરપતિ તામ, ભક્તિ કરે ચિત્ત ગહગહી; જગપતિ નાચે સુરવધૂ કોડિ, અંગ મોડી આગળ રહી. ૬ જગપતિ વાજે નવનવ છંદ, દેવ વાજિંત્ર સોહામણા; જગપતિ દેવદુષ્ય હવે બંધ, પુષ્પ વૃષ્ટિ કરે સુર ઘણા. ૦ જગપતિ ધન્ય વેળા ઘડી તેહ, ધન્ય તે સુર નર ખેચરા; જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય જનમ તે ભવ તર્ચા. ૮ જગપતિ પ્રભુ પદ પદ્મની સેવ, ત્રિકરણ શુદ્ધ જે કરે; જગપતિ કરી, કરમનો અંત, શુદ્ધ રૂપ નિજ તે વરે. ૯
For Private And Personal Use Only