________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૨૫૮****************
અંતરજામી માહરા રે, હિયડાના જાણે ભાવ રે, ભક્તવત્સલપણું તુમ તણું રે, તરાવો ભવજલનાવ રે. ૨ ભવદુઃખ વારો ભવિતણા રે, દેઈ દેઈ દરિસણ નૂર રે, નિશદિન નિવાસો મુજ મને રે,તો કાં ન કરો દુઃખ દૂર રે. 3 તુ નિવસત મુજ હિયડલે રે, કહો કિમ રહે દુરિત દુરંત રે, તિમિર પટલ તિહાં કિમ રહે, જીહાં દિનકર તેજ દીપંત રે. ૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુંથુ જિણંદ મચા કરો રે, મનવલ્લભ જિન જગદીશ રે, કેસર વિમલ ઇમ વિનવે રે,બુધ કનક વિમલગુરુ શીશ રે. ૫
3
તુજ મુદ્રા સુંદર રૂપ પુરંદર મોહીયા, સાહેબજી. તુજ અંગે કોટી ગમે ગુણ ગિરૂઆ સોહિયા, સાહેબજી. તુજ અમીય થકી પણ લાગે મીઠી વાણી રે, સાહેબજી. વિણ દોરી સાંકળ લીધું મનડું તાણી રે, સાહેબજી. ૧
ખિણ ખિણ ગુણ ગાઉ પાઉં તો આરામ રે, સાહેબજી. તુજ દરિશણ પાખે ન ગમે બીજા કામ રે, સાહેબજી. મુજ હૃદય કમળ વીચ વસીયું તાહરૂ નામ રે, સાહેબજી. તુજ મૂરતિ ઉપર વારૂં તન મન દામ રે, સાહેબજી. ૨
કર જોડી નિશદિન ઉભો રહું તુજ આગે રે, સાહેબજી. તુજ મુખડું જોતા ભૂખ તરસ ન લાગે રે, સાહેબજી. મે ક્યાંહી ન દીઠી જગમાં જોડ તાહરી રે સાહેબજી. તુજ દીઠે પૂરણ પહુતા મનના કોડ, રે સાહેબજી. ૩
મુજ ન ગમે નયણે દીઠા બીજા દેવ રે, સાહેબજી. હવે ભવભવ હો જો મુજને તારી સેવ રે, સાહેબજી. તું પરમ પુરૂષ પરમેશ્વર અકળ સ્વરૂપ રે, સાહેબજી. તુજ ચરણે પ્રણમે સુરનર કેરા ભુપ રે, સાહેબજી. ૪
++++++++++++++++++++
For Private And Personal Use Only