________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરલી વાતો કીયા રે, નાવે મન વિશ્વાસ; આપ રૂપે આવી મિલો રે, જિમ હોવે લીલ વિલાસ. ભ૦ ૫ દૃઢ વિશ્વાસ કરી કહુ રે, તેહિ જ સાહિબ એક; જે જાણો તો જાણો રે, મુજ મન એહિ જ ટેક. ભ૦ ૬ શાન્તિ જિનેશ્વર સાહિબા રે, વિનતડી અવધાર; કહે કવિયણ પ્રભુ આજથી રે, અંતર દૂર નિવાર. ભ૦ ૦
શાંતિ જિનેશ્વર સાહિબા રે, શાંતિતણા દાતાર; અંતરજામી છો માહરા રે, આતમના આધાર. શાંતિ. ૧
ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ; નયન ચાહે પ્રભુ નિરખવા રે, ધો દરિશન મહારાજ. શાંતિ. ૨ પલક ન વિસરો મન થકી રે, જિમ મોરા મન મેહ; એક પખો કેમ રાખીએ રે, રાજ કપટનો નેહ. શાંતિ. ૩ નેહ નજરે નિહાળતાં રે, વાધે બમણો વાન; અખૂટ ખજાનો પ્રભુ તારો રે, દીજીએ વાંછિત દાન. શાંતિ૪ આશ કરે જે કોઈ આપણી રે, નવી મૂકીએ નિરાશ; સેવક જાણીને આપણો રે, દીજીએ તાસ દિલાસ. શાંતિ૫
દાયકને દેતાં થકાં રે, ક્ષણ નહિ લાગે વાર; કાજ સરે નિજ દાસનાં રે, એ હોટો ઉપકાર. શાંતિ. ૬ એવું જાણીને જગધણી રે, દિલમાંહી ધરજો પ્યાર; રૂપવિજય કવિરાયનો રે, મોહન જય જયકાર,શાંતિ૭
For Private And Personal Use Only