________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂક્ષ્મ નિગોદમાં હું ભમ્યો રે, પુદ્ગલ પરિટ અનંત; અવ્યવહાર રાશિ વસ્યો રે, ભવ ક્ષુલ્લક અતિ જંત. જિ. ર સૂક્ષ્મ થાવરપણું પામીયો રે, અનુક્રમે બાદર ભાવ; જન્મ મરણ પ્રભુ બહુ કર્યા રે, જિહાં સુખનો અટકાવ. જિ.૩ વિકલપણું પામ્યા પછી રે, તિરિ પંચેદ્રિ અજાણ; શુદ્ધ તત્વ જાણ્યા વિના રે, ભમીઓ નવ નવ ઠાણ. જિ. ૪ ઇમ કોઈ પુરવ પુન્યથી રે, મનુષ્ય જન્મ સુજાણ; શુદ્ધ સામગ્રી સંયોગથી રે, દીઠો તું ત્રિભુવન ભાણ.જિ. પ અનંતનાથ જિનેશ્વર રે, તારક તું જગદેવ; મોહન કહે તુજ નામથી રે, ટળશે અનાદિ કુટેવ જિ. ૬
શ્રી ધર્મનાથ જિન સ્તવન - ૬
ધર્મ જિસેસર ધર્મધુરંધર, પૂરણ પુયે મલિઓ; મન મરૂશલમેં સુરતરુ ફલિઓ, આજ થકી દિન વલિયો; પ્રભુજી ! મહેર કરી મહારાજ, કાજ હવે મુજ સારો; સાહિબ ! ગુણનિધિ ગરીબ નિવાજ, ભવદવ પાર ઉતારો. ૧ બહુ ગુણવંતા જેહ તેં તાર્યા, તે નહિ પાડ તુમારો; મુજ સરિખો પત્થર જો તારો,તો તુમચી બલિહારો. પ્રભુજી. ૨ હું નિર્ગુણ પણ તાહરી સંગતે, ગુણ લહું તેહ ઘટમાન; લિંબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન. પ્રભુજી. ૩ નિર્ગુણ જાણી છેહ મ દેવો, જોવો આપ વિચારી; ચંદ્ર કલંકિત પણ નિજ શિરથી, ન તજે ગંગાધારી.પ્રભુજી. ૪
For Private And Personal Use Only