________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે? કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો ! શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વકિરિયા કરી, છાર પર લીંપણું તેહજાણો. ધાતુ ૫ પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ જિશ્ય, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરખો. ઘા૬ એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુકાલ સુખ અનુભવી, નિયત આનંદધન રાજ પાવે. ઘા૦
સુંદર મૂર્તિ તુમ તણી, પ્યારી લાગે જિગંદા; ક્ષણ એક સંગ ન પરિહરૂ, તુમ દીઠે આણંદા. ૧ કૌમુદ ચન્દ્ર સમાન છે, પ્રભુજી તુમ મુખડું; લગન લાગી જવા તણી, એહમાં નહિ ફુડું. ૨ વિકસિત પદ્મ સમાન છે, સાહિબ તુમ નયણાં; સાકર દ્રા થકી ઘણાં, મીઠાં તુમ વચણાં. ૩ આણંદ પામ્યો દેખીને, અનંત જિન તમને; હૃદયે ઉલટ આણીને, વાંછિત દેજો અમને. ૪ શ્રી વિજયપ્રભસૂરિ ગચ્છ ધણી, તપગચ્છમાં દિગંદા; પંડિત પ્રેમના ભાણને, તુમ નામે આણંદા. ૫
(રાગ - શ્રી અનવરને પ્રગટ થયુ રે) કરુણાચર પ્રભુ વિનવું રે, વિનતડી અવધાર; તુજ દર્શન વિણ હું ભમ્યો રે કાલ અનંત અપાર,
જિસંદરાય ! હવે મુજ પાર ઉતાર. ૧
For Private And Personal Use Only