________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરણકમલ કમલા વસે રે, નિરમલ શિરપદ દેખ; સમલ અશિરપદ પરિહરી રે, પંકજ પામર પેખ. વિ ૦ ૨ મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદરધરા રે, ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર. વિ. ૦૩ સાહિબ સમરથ તું ધણી રે, પાચો પરમ ઉદાર; મન વિસરામી વાલહો રે, મારા આતમચો આધાર. વિ. ૦ ૪ દરિશણ દીઠે જિન તણો રે, સંશય ન રહે વેધ; દિનકર કર ભર પસરતા રે, અંધકાર પ્રતિષેધ. વિ. ૦ ૫ અમીયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોચ; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃમિ ન હોય. વિ. ૦ ૬ એક અરજ સેવકતણી રે, અવધારો જિનદેવ, કૃપા કરી મુજ દીજીયેં રે, આનંદધન પદ સેવ.વિ. ૦ ૦
( શ્રી અનંતજિન સ્તવન-૩
ધાર તલવારની સોહિલી દોહિલી, ચઉદના જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગર, સેવનાધાર પર રહે ન દેવા. ધા. ૧ એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે.ધા. ૨ ગચ્છના ભેદ બહુ નયણ નિહાલતાં, તત્વની વાત કરતાં ન લાજે ! ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કલિકાલ રાજે. ધા૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચો ? ધા૦ ૪
For Private And Personal Use Only