________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેખત ખેવ હરી મન લીધું, કામણગારે કામણ કીધું ; મનડું જાય નહી કોઈ પાસે, રાત દિવસ રહે તાહરી પાસે. ૨ પહેલાં તો જાણ્યું હતું સોહિલું, પણ મોટાશું મળવું દોહિલે સોહિલું જાણી મનડું વળગ્યું, થાય નહિ હવે કીધું અળગું. ૩ રૂપ દેખાડી હોવે અરૂપી, કિમ ગ્રહવાએ અકલ સરૂપી; તાહરી વાત ન જાણી જાયે, કહો મનડાની શી ગતિ થાયે ૪ પહેલા જાણી પછી કરે કિરીયા, તે પરમારણે સુખના દરિચા; વસ્તુ અજાણે મન દોડાવે, તે તો મુરખ બહુ પસ્તાવે. ૫ તે માટે તું રૂપી અરૂપી, તું શુદ્ધ બુદ્ધને સિદ્ધ સ્વરૂપી; એહવું રૂપ ગ્રહ્યું જબ તારૂં, તવ ભ્રમ રહિત થયું મન મારૂં. ૬ તુજ ગુણજ્ઞાન ધ્યાનમાં રહીયે, ઇમ હિલવું પણ સુલભ જ કહીએ; માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસ હળીચો એક તાને. ૭
અભિનંદન જિન દરિશણ તરસિચે, દરિશણ દુર્લભ દેવ ! મત મત ભેદે રે જો જઇ પૂછીયે, સહુ વાપે અહમેવ. અભિ૦ ૧ સામાન્ચે કરી દરિશણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધો કિમ કરે, રવિ શશિ રૂપ વિલેષ. અભિ- ૨ હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઇયે, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિષવાદ. અભિ૦ ૩ ઘાતી ડુંગર આડા અતિધણા, તુજ દરિશણ જગનાથ; ધીઠાઇ કરી મારગ સંચરું, સેંગું કોઈ ને સાથ. અભિ૦ ૪ દરિશણ દરિશણ રટતો જો ફિરું, તો રણરોઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન? અભિ૦ ૫
For Private And Personal Use Only