________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરસ ન આવે તો મરણ જીવનતણો, સિઝે જો દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપાથકી, આનંદધન મહારાજ. અભિ૦ ૬
દીઠી હો પ્રભુ, દીઠી જગગુરુ તુજ, મૂરતિ હો પ્રભુ, મૂરતિ મોહન વેલડીજી મીઠી હો પ્રભુ, મીઠી તારી વાણી, લાગે હો પ્રભુ, લાગે જેસી સેલડીજી. ૧ જાણું હો પ્રભુ જાણું જન્મ ક્યત્વ, જો હું તો પ્રભુ જો હું તુમ સાથે મિલ્હોજી; સુરમણિ હો પ્રભુ સુરમણિ પામ્યો હથ્ય, આંગણે હો પ્રભુ, આંગણે મુજ સુરતરૂ ફક્યોજી. ૨ જાગ્યાં હો પ્રભુ જાગ્યાં પુણ્ય અંકૂર, માગ્યાં હો પ્રભુ મુહ માગ્યા પાસા ટલ્યાજી; ગૂઠયા હો પ્રભુ જૂઠયા અમિરસ મેહ, નાઠા હો પ્રભુ નાઠા અશુભ, શુભ દિન વહ્યાજી. ૩ ભૂખ્યાં હો પ્રભુ ભૂખ્યાં મિલ્યા ધૃતપૂર, તરસ્યાં હો પ્રભુ તરસ્યાં દિવ્ય ઉદક મિલ્યાજી થાક્યાં હો પ્રભુ થાક્યાં મિલ્યા સુખપાલ, ચાહતાં હો પ્રભુ, ચાહતાં સજજન હેજે મિલ્યાજી. ૪ દીવો હો પ્રભુ દીવો નિશા વન ગેહ, સખી હો પ્રભુ સાખી થલે જલે નો મિલીજી કલિયુગે હો પ્રભુ, કલિયુગે દુલહો તુજ, દરિસન હો પ્રભુ, દરિસન લધું આશા ફલીજી. ૫ | વાચક હો પ્રભુ વાચક “યશ તુમ દાસ, વિનવે હો પ્રભુ વિનવે અભિનંદન સુણોજી કહિયે હો પ્રભુ કહીયે મ દેશો છેહ, દેજો હો પ્રભુ દેજે સુખ દરિસણ તણોજી. ૬
( શ્રી સુમતિનાથ જિન સ્તવનો - ૨
(રાગ - સાહિબા વાસુપુજ્ય જિગંદા) સુમતિ જિનેશ્વર જગ પરમેશ્વર, હું ખિજમતકારક તુજ કિંકર, સાહિબા ! મુજ દર્શન દીજે, જીવનના મન મહેર કરીને સાહિબા રાત દિવસ લીના તુજ ધ્યાને, દિન અતિ વાહું પ્રભુ ગુણગાને. સા. ૧ જગત હિતકર અંતરજામી, પ્રાણ થકી અધિકો મુજ સ્વામી, પ્રાણ ભમ્યા બહુ ભવભવમાંહિ, પ્રભુ સેવા ઇણ ભવવિણ નાહિ. ૨
For Private And Personal Use Only