________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય જનની ચાકરી, સહી સફળી હોયે વિસરાવીશ કે પ્રભુ સરીખાની સેવના, કિમ થાયે હો વિફળી જગદીશ કે. અ૦ ૪ સેવક જે સેવે સદા, તે પામે તો મનવાંછિત કામ કે; સેવક સુખી એ પ્રભુ તણી, સહી વાધે હો જગમાંહી મામકે. અ૦ ૫ સાહિબ તે સાચો સહીં, જે સેવક હો કરે આપ સમાન કે; ભોળા ભગતે રીઝીને, જે આપે હો મનવાંછિત દાન કે. અ૦ ૬ ઇમ બહુ ભક્ત વિનવ્યો, જગજીવન હો અભિનંદન દેવ કે, નચવિજય કહે સાહિબા, મુજ હોજો હો ભવભવ તુમ સેવ કે. અo to
અભિનંદન સ્વામિ હમારા, પ્રભુ ભવદુઃખ ભંજણહારા; ચે દુનિયા દુઃખકી ધારા, પ્રભુ ઇનસે કરો રે નિસ્વારા. અભિ૦ ૧ હું કુમતિ કુટિલ ભરમાયો, દૂરનીતિ કરી દુઃખ પાયો; અબ શરણ લીયો હૈ ચારો, મુઝે ભવજલ પાર ઉતારો. અભિ- ૨ પ્રભુ શીખ હૈયે નહિ ધારી, દુર્ગતિમાં દુઃખ લીયો ભારી; ઇન કોંકી ગતિ ન્યારી, કરે બેર બેર ખુવારી. અભિ૦ ૩ તમે કુરણાવંત કહાવો, જગતારક બિરુદ ધરાવો; મેરી અરજીનો એક દાવો, ઇણ દુઃખસે કયું ન છુડાવો. અભિ૦ ૪ મેં વિરથા જન્મ ગુમાવ્યો, નહીં તન ધન સ્નેહ નિવાર્યો; અબ પારસ પરસંગ પામી, નહીં વીરવિજયકું ખામી. અભિ૦ ૫
(રાગ - સ્વામી તુમે કાંઈ કામણ કીધું) પ્રભુ તુમ દરિશન મલીયો અલવે, મન થયું હવે મારૂ હળવે હળવે, પોય એ મોટો મારો, અણચિંત્યો થયો દર્શન તારો; સાહિબા અભિનંદન દેવા, મોહના અભિનંદન દેવા. ૧
For Private And Personal Use Only