________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવણ નર કનકમણિ ઠંડી તૃણ સંગ્રહે? કવણ કુંજર તજી કરહ લેવે ? કવણ બેસે તજી કલ્પતરુ બાઉલે ? તુજ તજી અવર સુર કોણ સેવે. ૩ એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા, તુજ વિના દેવ દુજો ન ઇહું; તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો, કર્મભર ભ્રમર થકી હું ન બીહું ૪ કોડી છે દાસ વિભુ ! તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારો; પતિતપાવન સમો જગત ઉદ્ધારકર, મહેર કરી મોહે ભવજલધિ તારો. ૫ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબલ પ્રતિબંધ લાગો; ચમકપાષણ જિમ લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ૬ ધન્ય તે કાય જેણે પાય તુજ પ્રણમીચા, તુજ થણે જેહ ધન્ય ધન્ય જિહા; ધન્ય તે હૃદય જેણે તુજ સદા સમરતાં, ધન્ય તે રાત તે ધન્ય દીહા. ૦ ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત મુજ શું વિમાસો ? રયણ એક દેત શી હાણ રયણાયરે, લોકની આપદા જેણે નાસો. ૮ ગંગ સમ રંગ તુજ કીર્તિ કલ્લોલિની, રવિ થકી અધિક તપ તેજ તાજો; નયવિજય વિબુધ સેવક હું આપનો, જસ કહે અબ મોહે ભવ નિવાજો. ૯
સુણ જિનવર શેત્રુંજા ધણીજી, દાસ તણી અરદાસ, તુજ આગળ બાળક પરેજી, હુંતો કરૂ વેખાસરે.
જિનાજી મુજ પાપીને તાર; તું તો કરૂણારસ ભજી, તું સહુનો હિતકાર રે. જિનજી. ૧ હું અવગુણનો ઓરડોજી, ગુણ તો નહીં લવલેશ; પરગુણ પેખી નવિ શકુંજી, કેમ સંસાર તરેશ રે? જિનજી. ૨ જીવ તણાં વધ મેં કયજી, બોલ્યા મૃષાવાદ; કપટ કરી પરધન હર્યાજી, સેવ્યા વિષય સંવાદ રે. જીન જી. ૩
For Private And Personal Use Only