________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિરિવરિયાની ટોચે રે જગ ગુરુ જઇ વસ્યા રે, લલચાવો લાખો ને લેખે ન કોઈ રે; આવી તળાટીને તળિયે ટળવળું એકલો, સેવક પર જરા મહેર કરીને દેખો રે. ગિરિ ૧ હામ દામને ધામ નથી હું માંગતો, માંગું માગણ લઇને ચરણ હજુર જે; કાયા નિર્મળ છે તે પ્રભુજી જાણજો, આપ પધારો દીલડે દીલડાં પૂરજો, ગિરિ૦ ૨ જન્મ લીધો તે દુઃખીયાનાં દુઃખ ટાળવા, તે ટાળીને સુખીયાં કીધાં નાથજો; તુમ બાલક્ષ્મી પેરે રે હું પણ બાલુડો, નમી વિનમી જવું ધરજો મારો હાથ જો. ગિરિ. ૩ જેમ તેમ કરીને આ અવસર આવી મળ્યો, સ્વામી સેવક સામા સામી થાય જો; વખત જવાનો ભય છે મુજને આકરો, દર્શન ધો તો લાખીણો કહેવાય જો. ગિરિ૦ ૪ પાંચમે આરે પ્રભુજી મળવા દોહીલાં, તો પણ મળીયાં ભાગ્ય તણો નહિ પાર; ઉવેખો નહિ થોડા માટે સાહિલા, એક અરજને માની લેજો હજાર જો. ગિરિ૦ ૫ સુરતરૂ નામ ધરાવે પણ તે શું કરું,? સાચો સુરતરૂ તું છે દીન દયાળ જો; મન ગમતું દઈ દાનને ભવ ભય વારો, સાચા થાશો પકાય પ્રતિ પાળો. ગિરિ૦ ૬ કરગ તો પણ કરૂણા જ નહીં લાવશો, લાંછન લાગે સંઘપતિ નામ ધરાવી જો; કેડે વળગ્યા તે સવિને સરખા કર્યા, ધીરજ આપો અમને ભક્ત ઠરાવી છે. ગિરિ છે નાભિ નરેશ્વર નંદન આશા પૂરજો; રે'જો હૃદયમાં સદા કરીને વાસજો; કાંતિવિજયનો આતમ પણ અભિરામ છે, સદા સોહાગણ મુક્તિ થાય વિલાસ જો ગિરિ૦ ૮
(૨૧)
૨ષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણનીલો જેણે તુજ નયણ દીઠો; દુખ ટળ્યાં, સુખ મળ્યાં, સ્વામિ તુજ નિરખતાં, સુકૃત સંચય હુઓ, પાપ નીઠો. ૧ કલ્પ શાખી ફળ્યો, કામ ઘટ મુજ મળ્યો, આંગણે અમિયનો મેહ વક્યો, મુજ મહીરાણ મહીભાણ તુજ દર્શને, ક્ષય થયો કુમતિ અંધાર જુઠો. ૨
For Private And Personal Use Only