________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું લંપટ હું લાલચુંજી, કર્મ કીધાં કઈ કોડ; ત્રણ ભુવનમાં કો નહીંજી, જે આવે મુજ જોડ રે. જિનજી. ૪ છિદ્ર પરાયાં અહોનિશજી, જોતો રહું જગનાથ; કુગતિ તણી કરણી કરીજી, જોડ્યો તેહશું સાથ રે. જિનજી. ૫ કુમતિ કુટીલ કદાગ્રહીજી, વાંકી ગતિ મતિ મુજ; વાંકી કરણી માહરીજી, શી સંભલાવું તુજ રે; જિનજી. ૬ પુન્ય વિના મુજ પ્રાણીઓજી, જાણે મેલું રે આય; ઉંચા તરુવર મોરીયાજી, ત્યાંથી પસારે હાથ રે. જિનાજી. ૭ વિણ ખાધાં વિણ ભોગવ્યાંજી, ફોગટ કર્મ બંધાય; આર્તધ્યાન મીટે નહીંજી, કીજે કવણ ઉપાય રે. જિનાજી. ૮ કાજળથી પણ શામળાજી, મારા મન પરિણામ; સોણામાંથી તાહરૂજી, સંભારૂં નહી નામ રે. જિનજી. ૯ મુગ્ધ લોક ઠગવા ભણીજી, કરૂં અનેક પ્રપંચ ફૂડ કપટ બહુ કેળવીજી, પાપતણો કરૂં સંચ રે. જિનાજી. ૧૦ મન ચંચળ ન રહે કીમેજી, રાચે રમણી રે રૂપ; કામ વિટંબણા શી કહુંજી? પડીશ હું દુર્ગતિ કૂપ રે. જિનજી. ૧૧ કિશ્યાં કહું ગુણ માહરાજી, કિશ્યાં કહું અપવાદ ? જેમ જેમ સંભારું હૈયેજી, તેમ તેમ વધે વિખવાદ રે. જિનાજી. ૧૨ ગિરૂઆ તે નવી લેખવેજી, નિર્ગુણ સેવકની રે વાત; નીચતણે પણ મંદિરેજી, ચંદ્ર ન ટાળે જ્યોત રે. જિનજી. ૧૩ નિર્ગુણ તો પણ તાહરાજી, નામ ધરાવ્યું દાસ; કૃપા કરી સંભારજોજી, પૂરજો મુજ મન આશ રે. જિનજી. ૧૪ પાપી જાણી મુજ ભણીજી, મત મૂકો રે વિસાર; વિષ હળાહળ આદર્યોજી, ઇશ્વર ન તજે તાસ રે. જિનજી. ૧૫
For Private And Personal Use Only