________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક અરજ અમારી રે દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરા રે દૂર નિવારજો રે; પ્રભુ મને દુરગતિ પડતો રાખ, તારું દરિસણ વહેલું દાખ. સા. ૨ દોલત સવાઈ રે સોરઠ દેશની રે, બલિહારી હું જાઉં રે પ્રભુ તારા વેશની રે; પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મોહી રહ્યાં સુર નર વૃંદને ભૂપ. સા. ૩ તીરથ ન કોઈ રે શેત્રુંજા સારખું રે, પ્રવચન પેખીને કીધું મેં તો પારખું રે; ત્રીષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ. સા. ૪ ભવોભવ માંગુ રે પ્રભુ તારી સેવના રે, ભાવઠ ન ભાંગે રે જગમાં જે વિના રે, પ્રભુ મારા પુરો મનના કોડ, ઇમ કહે ઉદયરતન કરજેડ. સા. ૫
(રાગ-સિદ્ધચક્રવર સેવા કીજે). બાષભ જિનેસર વંછિત પૂરણ, જાણું વિશવાવીશ, ઉપગારી અવનીતલે મોટા, જેહની ચડતી જગીશ,
જગગુરુ પ્યારો રે. પુન્યથકી મેં દીઠો મોહનગારો રે, સરર્સ સુધાથી મીઠો. જગ ૧ નાભિનંદન નજરે નિરખ્યો પરખ્યો પૂરણ ભાગ્યે, નિરવિકારી મુદ્રા જેહની, દીઠે અનુભવ જાગે. જગ ૨ આતમ સુખ ગ્રહવાનું કારણ, દર્શન જ્ઞાન ચારિત્ર, તેને ભય વલી મિથ્યા અજ્ઞાન, અવિરતિ એક વિચિત્ર જગ ૩ સકલ જીવ છે સુખના કામી, તે સુખ અક્ષય મોક્ષ, કર્યજનિત સુખ તે દુઃખરૂપ, સુખ તે આતમ ઝાંખ. જગ ૪ નિરૂપાધિક અક્ષયપદ કેવલ અવ્યાબાધ તે શાવે, પૂરણાનંદ દશાને પામે, રૂપાતીત સ્વભાવે. જગ ૫ અંતરજામી સ્વામી મારો, દયાનરૂચિમાં લાવે, જિન ઉત્તમ પદને અવલંબી, રતનવિજય ગુણ ગાવે. જગ ૬
For Private And Personal Use Only