________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુજીનું મુખડું મલકે, નયનોમાંથી વરસે, અમીરસ ધારા,
આદિનાથને વંદન હમારા. ૧ પ્રભુજીનું મુખડું છે મનડું મીલાકર, દિલમે ભક્તિની જયોત જગાકર,
ભજી લે પ્રભુને ભાવે, દુર્ગતિ કદી ન આવે. જિન૦ ૨ ભમીને લાખ ચોર્યાસી હું આવ્યો, પુણ્ય દરિશન તુમારું પાચો,
ધન્ય દિવસ મારો, ભવના ફેરા ટાળો. જિન૦ ૩ પ્રભુ અમે માયાના વિલાસી, તમે તો મુક્તિપુરીના વાસી,
કર્મબંધન કાપો, મોક્ષસુખ આપો. જિન ૪ અરજી ઉરમાં ધરજો અમારી, અમને આશા છે પ્રભુજી તુમારી,
કહે હર્ષ હવે, સાચા સ્વામી તમે, પૂજન કરીએ અમે. જિન૦૫
જગજીવન જગ વાલહો, મરૂદેવીનો નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિહિ આનંદ લાલ રે. જગ ૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિ સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલો, વાણી અતિહિ રસાલ લાલ રે. જગ ૨ લક્ષણ અંગે વિરાજતાં, અડહિચ સહસ ઉદાર લાલ રે; રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ રે. જગo ૩ ઇન્દ્ર ચંદ્ર રવિ ગિરિતણા, ગુણ લઇ ધડિયું અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવિયું, અચરજ એહ ઉનંગ લાલ રે. જગ૦ ૪ ગુણ સઘળા અંગી કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે; વાચક જશવિજયે યુપ્યો, દેજો સુખનો પોષ લાલ રે. જગ ૫
શેત્રુંજી ગઢના વાસી રે મુજરો માનજો રે, સેવકની સુણી વાતો રે દિલમાં ધારજો રે; પ્રભુ મેં દીઠો તુમારો દેદાર, આજ મને ઉપન્યો હરખ અપાર;
સાહિબાની સેવા રે ભવદુઃખ ભાંગશે રે. ૧
For Private And Personal Use Only