________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્રત ઉચ્ચરશું ગુરૂની સાખે, હાંરે હું તો યથાશક્તિ અનુસારે રે;
ગુરૂ સાથે !ઙશું ગિરિ પાજે, હાંરે એ તો ભોદધિ બૂડતાં તારે રે. પાર૰ ચાલો૦ ૪
૧૯
ભવતારક એ તીરથ ફરસી, હાંરે હું તો સુરજકુંડમાં નાહીં રે;
અષ્ટપ્રકારી આદિ જિણંદની, હાંરે હુંતો પૂજા કરીશ લય લાહી રે. પાર૦ ચાલો૦ ૫
તીરથપતિ ને તીરથ સેવા, હાંરે એ તો સાચા મોક્ષા મેવા રે;
સાત છઠ્ઠ દોય અઠ્ઠમ કરીને, હાંરે મને સ્વામીવચ્છલની હેવા રે. પાર૦ ચાલો૦ ૬
પ્રભુપદપદ્મ રાયણ તલે પૂજી, હાંરે હું તો પામીશ હરખ અપાર રે; રૂપવિજય પ્રભુ ધ્યાન પસાથે, હાંરે હું તો પામીશ સુખ શ્રીકાર રે. પાર૰ ચાલો૦ ૭
(૨૪
તીરથની આશાતના નવિ કરીયે, હાંરે નવિ કરીયે રે નવિ કરીયે; હાંરે ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ, હાંરે તરિયે સંસાર. તી૦ ૧
આશાતના કરતાં થકાં ધન હાણી, ભૂખ્યાં ન મળે અન્નપાણી; કાચા વળી રોગે ભરાણી, હાંરે આ ભવમાં એમ. તી૦ ૨
પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણી નદીમાં ભળશે; અગ્નિને કુડે બળશે, હાંરે નહીં શરણું કોય. તી૦ ૩
પૂરવ નવાણું નાથજી ઇહાં આવ્યા, સાધુ કેઈ મોક્ષે સિધાવ્યા; શ્રાવક પણ સિદ્ધિ સુહાવ્યા, હાંરે જપતા ગિરિનામ. તી ૪
અષ્ટોત્તર શતકુટ એ ગિરિ ઠામે, સૌંદર્ય યશોધર નામે; પ્રીતિમંડણ કામુક કામે, હાંરે વળી સહજાનંદ તી ૫
*****
મહેન્દ્રધ્વજ સરવારથ સિદ્ધ કહીએ, પ્રિયંકર નામ એ લહીયે; ગિરિ શિતલ છાંયે રહીએ, હાંરે નિત્ય કરિયે ધ્યાન. તી ૬
પૂજા નવાણું પ્રકારની એમ કીજે, નરભવનો લાહો લીજે; વળી દાન સુપાત્રે દીજે, હારે ચઢતે પરિણામ. તી ૭
For Private And Personal Use Only
++++++++++++++++++++