________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૦૮ - ૨૪ જ જ સફલ થયો મારા મનનો ઉમાહો, વાલા મારા,
ભવનો સંશય ભાંગ્યો રે; નરક તિર્યંચગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યો રે. શત્રુ. ૧ માનવભવનો લાહો લીજે, વાલા દેહડી પાવન કીજે રે, સોના-રૂપાને ફુલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દીજે રે. શત્રુ. ૨ દુધડે પખાળીને કેસર ઘોળી, વાલાશ્રી આદીશ્વર પૂજ્યા રે, શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, પાપ મેવાસી ધ્રુજ્યા રે. શણું૦ ૩. શ્રીમુખ સુધર્મા સુરપતિ આગે, વાલાવીરનિણંદ એમ બોલે રે, ત્રણ ભુવનમાં તીરથ મોટું, નહિ કોઈ શત્રુંજય તોલે રે. શત્રુ. ૪ ઇન્દ્ર સરિખા એ તીરથની, વાલા ચાકરી ચિત્તમાં ચાહે રે, કાયાની તો કાસળ કાઢી, સુરજકુંડમાં નાહે રે. શત્રુ. ૫ કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે, વાલા. સાધુ અનંતા સિધ્યા રે; તે માટે એ તીરથ મોટું, ઉદ્ધાર અનંતા કીધા રે. શણું૦ ૬ નાભિરાયા સુત નયણે જોતાં, વાલામેહ અમીરસ વૂઠયા રે; ઉદયરત્ન કહે આજ મારે પોતે, શ્રી આદીશ્વર ગૂઠયા રે. શત્રુ છે
(૨૩)
ચાલો ચાલો વિમલગિરિ જઇએ રે, ભવજલ તરવાને, તમે જયણાએ ધરજો પાયરે, પાર ઉતરવાને, બાલ કાલની ચેષ્ટા ટાળી, હાંરે હંતો ધર્મ ચૌવન હવે પાયો રે; ભૂલ અનાદિની દૂર નિવારી, હાંરે હું તો અનુભવમાં લય લાયો રે, પાર ચાલો૧ ભવ તૃષ્ણા સવિ દૂર નિવારી, હાંરે મારી જિન ચરણે લચ લાગી રે સંવર ભાવમાં દિલ હવે ઠરીયું હાંરે મારી ભવની ભાવઠ ભાંગી રે. પારચાલો૦ ૨ સચિવ સર્વનો ત્યાગ કરીને, હાંરે નિત્ય એકાસણ તપ કારી રે; પડિમણાં દય ટંકનાં કરશું હાંરે ભલી અમૃતક્રિયા દિલ ધારી રે. પારો ચાલો૦ ૩
For Private And Personal Use Only