________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તે અણગિરિ હેઠા કરીએ, પાછળ પ્રદક્ષિણા ફરીએ, ભવજલધિ હેલા તરીએ. ૩ શિવમંદિર ચઢવા કાજે, સોપાનની પંક્તિ બિરાજે, ચઢતાં સમકિતી છાજે, દુરભવ્ય અભવ્ય તે લાજે. ૪ પાંડવ પમુહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરતા, પરમાતમ ભાવ ભજંતા, સિદ્ધાચલ સિદ્ધા અનંતા. ૫ ષમાસી ધ્યાન ધરાવે, શુકરાજા તે રાજ્યને પાવે, બહિરંતર શરુ હરાવે, શSજય નામ ધરાવે. ૬ પ્રણિધાને ભજો ગિરિ જાયો, તીર્થકર નામ નિકાચો, મોહરાયને લાગે તમાચો, શુભવીર વિમલગિરિ સાચો. ૭
ગિરિવર દરિસણ વિરલા પાવે, પૂરવ સંચિત કર્મ ખપાવે; ગિરિ બાષભ જિનેશ્વર પૂજા રચાવે, નવ નવ નામે ગિરિગુણ ગાવે. ગિરિ૦ ૧ સહસ કમલ ને મુક્તિનિલય ગિરિ, સિદ્ધાચળ શતકૂટ કહાવે; ગિરિ ટંક કદંબને કોડી નિવાસો, લોહિત તાલધ્વજ સુર ગાવે. ગિરિ૦ ૨ ટંકાદિ પંચ ફૂટ સજીવન, સુરનર મુનિ મળી નામ થપાવે; ગિરિ રચણખાણ જડબૂટી ગુફાઓ, રસકૂપિકા ગુરુ ઇહાં બતાવે. ગિરિ૦ ૩ પણ પુન્યવંતા પ્રાણી પાવે, પુન્ય કારણ પ્રભુ પૂજા રચાવે; ગિરિ દશ કોટી શ્રાવકને જમાડે, જૈન તીર્થ યાત્રા કરી આવે. ગિરિ. ૪ તેથી એક મુનિ દાન દિચંતા, લાભ ઘણો સિદ્ધાચળ થાવે; ગિરિ૦ ચંદ્રશેખર નિજ ભગિની ભોગી, તે પણ એ ગિરિ મોક્ષે જાવે. ગિરિ. ૫ ચાર હત્યારા નર પદારા, દેવ ગુરુદ્રવ્ય ચોરી ખાવે; ગિરિ૦ ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા, તપ જપ ધ્યાનથી પાપ જલાવે. ગિરિ૦ ૬
For Private And Personal Use Only