________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬)
સંવત એક અઠવંતરે રે, જાવડશાનો ઉદ્ધાર, ઉધ્ધરજો મુજ સાહિબા રે, નાવે ફરી સંસાર હો જિનજી, ભક્તિ હૃદયમાં ધારજો રે, અંતરવૈરી વારજો રે,
તારો દીન દયાળ. ૧ બાહડ મળી ચૌદમો રે, તીશે કર્યો ઉદ્ધાર, બાર તેરોત્તર વર્ષમાં રે, વંશ શ્રીમાળી સાર હો જિનજી. ૨ સંવત તેર એકતરે રે, સમરોશા ઓસવાલ, ચાચ દ્રવ્ય વિધિ શુદ્ધતા રેપનરમો ઉદ્ધાર હો જિનજી ૩ પારશે સત્યાશીયે રે, સોલમો એ ઉદ્ધાર, કર્માશાએ કરાવીઓ રે, વરતે છે જયજયકાર હો જિનજી. ૪ સૂરિ દુપસહ ઉપદેશથી રે, વિમળવાહન ભૂપાલ, છેલ્લો ઉદ્ધાર કરાવશે રે, સાસગિરિ ઉજમાળ હો જીનજી. ૫ ભવ્યગિરિ સિદ્ધશેખરો રે, મહાસ ને માલ્યવંત, પૃથ્વીપીઠ દુઃખહર ગિરિ રે, મુક્તિરાજ મણિકંત હો જિનજી. ૬ મેરૂ મહિધર એ ગિરિ રે, નામે સદા સુખ થાય, શ્રી શુભવીર ને ચિત્તથી રે, ઘડીય ન મેલણ જાય હો જિનજી. ૭
વિમલાચલ વિમલાપાણી, શીતલતરૂ છાયા ઠરાણી; રસવેધક કંચન ખાણી, કહે ઇન્દ્ર સુણો ઇન્દ્રાણી! સનેહી સંત ! એ ગિરિ સેવો,
ચઉદ ક્ષેત્રમાં તીરથ નહિ એવો. ૧ છ'રી પાળી ઉલ્લાસીએ, છઠ્ઠ અઠ્ઠમ કાચા કસીએ, મોહ મલ્લની સામા ઘસીએ, વિમલાચલ વેગે વસીએ. ૨
For Private And Personal Use Only