________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
#
*********
૧૭૩
ભૂમિસંથારો ને નારીતણો સંગ, દૂર થકી પરિહરીએ. વિમલ૦૬ સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરુ સાથે પદ ચરીએ. વિમલ૦૭ પડિક્કમણાં દોચ વિધિશું કરી, પાપ પડલ વિખરીએ. વિમલ૦ ૮ કલિકાલે એ તીરથ મોટું, પ્રવહણ જેમ ભરદરીએ. વિમલ૦ ૯ ઉત્તમ એ ગિરિવર સેવંતા, પદ્મ કહે ભવ તરીએ. વિમલ૦ ૧૦
૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આદીશ્વર અંતરજામી,જીવન જગત આધાર, શાંત સુધારસ જ્ઞાને ભરીયો, સિદ્ધાચળ શણગાર; રાયણ રૂડી રે, જીહાં પ્રભુ પાય ઘરે, વિમળગિરિ વંદો રે, દેખત દુ:ખ હરે, પુણ્યવંતા પ્રાણી રે, પ્રભુજીની સેવા કરે. વિમળ૦ ૧
ગુણ અનંતા ગિરિવર કેરા, સિધ્યા સાધુ અનંત; વળી રે સિદ્ધશે વાર અનંતી, એમ ભાખે ભગવંત; ભવોભવ કેરાં રે, પાતિક દૂર કરે. વિમળ૦ ૨
વાવડીયું રસકુંપા કેરી, મણિ માણેકની ખાણ; રત્નખાણ બહુ રાજે હો તીરથ, એવી શ્રી જિનવાણ; સુખના સ્નેહી રે, બંધન દૂર કરે. વિમળ૦ ૩
પાંચ કોડીશું પુંડરીક સિધ્યા, ત્રણ કોડીશું રામ; વીશ કોડીશું પાંડવ મુક્તે, સિદ્ધક્ષેત્ર સિદ્ધ ઠામ; મુનિવર મોટા રે, અનંતા મુક્તિ વરે. વિમળ૦ ૪
ઐસો તીરથ ઓર ન જગમેં, ભાખે શ્રી જિનભાણ; દુરગતિ કાપે ને પાર ઉતારે વ્હાલો, આપે કેવલનાણ; ભવિજન ભાવે રે, જે એહનું ધ્યાન ધરે, વિમળ ૦ ૫
દ્રવ્યભાવશું પૂજા કરતાં,પૂજો શ્રી જિનરાય; ચિદાનંદ સુખ આતમવેદી, જ્યોતિસેં જ્યોતિ મિલાય; કીરતી એહની રે, માણેક મુનિ કરે. વિમળ૦ ૬ #######
For Private And Personal Use Only