________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીડભંજન પાસ પ્રભુ સમરો, અરિહંત અનંતનું ધ્યાન ધરો, જિન આગમ અમૃતપાન કરો, શાસનદેવી સવિ વિઘ્ન હરો.
(રાગ - મંદિર છો મુક્તિતણા) શ્રી આદિ શાન્તિ નેમિ પાસ, વીર શાસનપતિ વળી; નમો વર્તમાન અતીત અનાગત ચોવિશે જિન મન રળી, જિનવરની વાણી ગુણની ખાણી, પ્રેમે પ્રાણી સાંભળી; થયા સમકિતધારી ભવ નિષ્ઠારી, સેવે સુવરવર લળી લળી.
સુમતિ સ્વર્ગ દીએ અસુમંતને, મમત મોહ નહિ ભગવંતને; પ્રગટ જ્ઞાન વરી શિવ બાલીકા, તુંબરૂ વીર નમે મહાકાલીકા. ૧
અષ્ટ મહાપ્રતિહારશું એ, શોભે સ્વામી સુપાસ તો, મહા ભાગ અરિહા પ્રભુ એ, સુરનર જેહના દાસ તો, ગુણ અતિશય વરણવ્યા એ, આગમ ગ્રંથ મોઝાર તો, માતંગ શાન્તા સુર સુરી એ, વીર વિઘન અપહાર તો. ૧
(૬) શંખેશ્વર પાર્શ્વ જુહારીએ, સવિ જિન આણા શિર ધારિએ, જિનવાણી સૂણી અઘહારીએ, પદ્માવતી વિધ્ધ વિદારીએ. ૧
શ્રી ચિંતામણી કીજે સેવ, વળી વંદુ ચોવિશે દેવ; વિજય કહે આગમથી સૂણો, પદ્માવતીનો મહિમા ઘણો.૧
For Private And Personal Use Only