________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
*******
અધ્યાત્મની થોય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊઠી સવેળા સામાયિક લીધું, પણ બારણું નવિ દીધુંજી, કાળો કુતરો ઘરમાં પેઠો, ઘી સઘળું તેણે પીધુંજી; ઊઠો વહુઅર આળશ મૂકી, એ ઘર આપ સંભાળોજી, નિજ પતિને કહો વીરજિન પૂજો, સમકિતને અજવાળોજી. ૧
બળે બિલાડે ઝડપ ઝડપાવી, ઉત્રોડ સર્વે ફોડીજી, ચંચલ છૈયાં વાર્યા ન રહે, ત્રાક ભાંગી માળ ત્રોડીજી; તેહ વિના રેટીયો નવિ ચાલે, મૌન ભલું કેને કહીયેજી, ૠષભાદિક ચોવીશ તીર્થંકર, પીયે તો સુખ લહીયેજી. ૨.
૧૬૩
ઘર વાશીંદુ કરોને વહુઅર, ટાળો ઓજીયાલુંજી, ચોરો એક ફરે છે હેરૂં, ઓરડે ધોને તાળુંજી; લબકે પ્રાહુણા ચાર આવ્યા છે, તે ઊભા નવિ રાખોજી, શિવપદ સુખ અનંતા લહીયે, જો જિનવાણી ચાખોજી. ૩.
એક ગાથાની થોયો
ચાર વખત બોલાય
ઘરનો ખુણો કોણ ખણે છે, વહુ તમે મનમાં લાવોજી, પહોળે પલંગે પ્રીતમ પોઢ્યા, પ્રેમ ધરીને જગાવોજી; ભાવપ્રભસૂરિ કહે નહી એ કથલો, અધ્યાત્મ ઉપયોગીજી, સિદ્ધાયિકાદેવી સાનિધ્ય કરેવી, સાથે તે શિવપદ ભોગીજી. ૪.
૧
પુંડરીક ગણધર પાચ પ્રણમીજે, આદિશ્વર જિન ચંદાજી નેમિ વિના ત્રેવિશ તીર્થંકર, ગિરિ ચઢીયા આણંદાજી; આગમમાંહે પુંડરિક મહિમા, ભાખ્યો જ્ઞાન દિણંદાજી, ચૈત્રી પુનમ દિન દેવી ચકેશ્વરી, સૌભાગ્ય દીઓ સુખકંદાજી. *********
For Private And Personal Use Only