________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહ ઉઠી વંદુ, સિદ્ધચક સદાય, જપીએ નવપદનો, જાપ સદા સુખદાય; વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાળ, તે સવિ સુખ પામે, જેમ મયણા શ્રીપાળ, ૧ માલવપતિ પુત્રી, મયણા અતિ ગુણવંત, તસ કર્મ સંયોગે, કોઢી મલીયો કંત; ગુરુવયણે તેણે, આરાધ્યું તપ એહ, સુખ સંપદા વરીયા, તરિયા ભવજલ તેહ. ૨ આંબીલ ને ઉપવાસ, છઠ્ઠ વલી અઠ્ઠમ, દશ અઠ્ઠાઈ પંદર, માસ છ માસ વિશેષ; ઇત્યાદિક તપ બહુ, સહુમાંહિ શિરદાર, જે ભવિયણ કરશે, તે તરશે સંસાર. ૩ તપ સાનિધ્ય કરશે, શ્રી વિમલેશ્વર યક્ષ, સહુ સંઘના સંક્ટ, ચૂરે થઈ પ્રત્યક્ષ, પુંડરિક ગણધાર, કનક વિજય બુધ શિષ્ય, બુધ દર્શનવિજય કહે પહોંચે સક્લ જગી. ૪
(રાગ-મનોહર મૂર્તિ મહાવીર તણી) સિદ્ધચક્ર વરપૂજા કીજે, અહનિશિ તેહનું ધ્યાન ધરીજે; ધ્યાન સાર સહુ કરિયામાંહિ, તિણે આરાધો ભવિ ઉચ્છાહિ. ૧ અરિહંત સિદ્ધ સૂરિ પ્રણમીયે, પાઠક મુનિ દર્શનપદ નમીયે; જ્ઞાન ચારિત્ર કરો તપ ભવિયાં, જિમ કહો શાશ્વત સુખ ગહગહિયાં. ૨ આરાધી પામ્યા ભવ પાર, મચણા ને શ્રીપાલ ઉદાર; સુણીચે તાસ ચરિત્ર રસાલ, જિમ લહો શિવસુખ મંગલમાલ. ૩ વિમલેસર સુર સાન્નિધકારી, મનવાંછિત પૂરે નિરધારી; પદ્મવિજય કહે તપ શ્રીકાર કરતાં લહીયે જયજયકાર. ૪
વીરજિનેસર અતિ અલવેસર, ગૌતમ ગુણે ભરીચા જી, ભવિકજીવના ભાવ ધરીને, રાજગૃહિ સમોસરીયા જી; શ્રેણીકરાજ વંદન આવ્યા, ગૌતમ નયણે નિહાલ્યા જી, ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીને, અભિગમ પાંચે પાડ્યા છે. ૧
For Private And Personal Use Only