________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૧૫ર મજબજાજ
રૂમઝુમ કરતી પાયે નેઉર, દીસે દેવી રૂપાલી જી, નામ ચક્કસરી ને સિદ્ધાઈ, આદિજિન વીર રખાવાલી જી; વિપ્ન કોડ હરે સહુ સંઘના, જે સેવે એના પાચ જી, ભાણવિજય કવિ સેવક નચ કહે, સાન્નિધ્ય કરો માય જી. ૪
જિનશાસન વંછિત પૂરણ દેવ રસાળ, ભાવે ભવી ભણિયે, સિદ્ધયક ગુણમાળ; તિહું કાળે એહની, પૂજા કરે ઉજમાળ, તે અજર અમરપદ, સુખ પામે સુવિશાળ. ૧. અરિહંત સિદ્ધ વંદો, આચારજ ઉવજઝાય, મુનિ દરિસણ નાણ, ચરણ તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક સુખદાય, એ ધ્યાને ભવિનાં, ભવાકોટી દુખજાય. ૨ આસો ચેતરમાં, સુદી સાતમથી સાર, પુનમ લગી કીજે, નવ આંબિલ નિરધાર; દોય સહસ ગણણું પદસમ સાડાચાર, એકાશી આંબિલ, તપ આગમ અનુસાર. ૩. શ્રી સિદ્ધચકનો સેવક, શ્રી વિમલેસર દેવ, શ્રીપાલતણી પરે, સુખ પૂરે સ્વયમેવ; દુઃખદોહગ નાવે, જેહ કરે એહની સેવ, શ્રી સુમતિ સુગુરુનો, રામ કહે નિત્યમેવ. ૪
અરિહંત નવો વલી સિદ્ધ નમો, આચારજ વાચક સાધુ નમો; દર્શન જ્ઞાન ચારિત્ર નમો, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણમો. અરિહંત અનંત થયા શાશે, વળી ભાવ નિક્ષેપે ગુણ ગાશે; પડિક્કમણાં દેવવંદન વિધિશું, આંબીલ તપ ગણણું ગણો વિધિશું. ૨. છ'રી પાળી જે તપ કરશે, શ્રીપાલતણી પરે ભવ તરશે, સિદ્ધચક્રને કુણ આવે તોલે, એહવા જિન આગમ ગુણ બોલે. ૩ સાડાચાર વરસે એ તપ પૂરો, એ કર્મ વિદારણ તપ શૂરો, સિદ્ધચક્રને મનમંદિર થાપો, નવિમલેસર વર આપો. ૪
For Private And Personal Use Only