________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્ચલ રાખીને મન ઇશ, જપીએ પદ એક એક ઇશ,
નવકારવાલી વીશ, છેલ્લે આંબિલ મોટો તપ કીજે, સત્તર ભેદી જિનપૂજા રચીજે
નર ભવ લાહો લીજે. ૨ સાતસે કુષ્ટીયાના રોગ, નાઠા યંગ નમણ સંજોગ,
દુર હુઆ કર્મના ભોગ, કુષ્ટ અટારે દુર જાયે, દુઃખ દોહગ સવિ દૂર પલાયે,
મનવાંછિત સુખ થાયે; નિર્ધનિચાને દે બહુ ધન્ન, અપુરીયાને બે પુત્ર રતન્ન,
જે સેવે શુદ્ધ મને, નવકાર સમો નહિ કોઈ મંત્ર, સિદ્ધચક્ર સમો નહિ કોઈ યંત્ર
સેવો ભવિ હરખંત. ૩ જિમ સેવ્યો મયણા શ્રીપાલ, ઉંબર રોગ ગયો તત્કાલ,
પામ્યા મંગલ માલ, શ્રીપાલતણી પેરે જે આરાધે, દિન દિન દોલત તસ ઘર વાઘે,
અંતે શિવસુખ સાધે; વિમલેશ્વર યક્ષ સેવા સારે, આપદા કષ્ટને દૂર નિવારે,
દોલત લક્ષ્મી વધારે, મેઘવિજય કવિયણનો શિષ્ય, હેડે ભાવ ઘરી જગદીશ,
વિનય વંદે નિશદિશા. ૪
વીર જિનેસર ભુવનદિસેસર, જગદીસર જયકારી જી; શ્રેણીક નરપતિ આગળ જપે, સિદ્ધચક્ર તપ સારી જી; સમકિતદૃષ્ટિ ત્રિકરણ શુદ્ધ જે ભવિચણ આરાધે જી, શ્રી શ્રીપાલનરિંદ પરે તસ, મંગલ માલા વાધે જી. ૧
For Private And Personal Use Only