________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+++++++++++++++++++++
ભાવે મુનિવરને વંદીજે, સંવત્સરી પડિક્કમણું કીજે, સંઘ સકલ ખામીજે; આગમ વયણ સુધારસ પીજે, શુભકરણી સવિ અનુમોદીજે, નરભવ સફલ કરીજે. ૩ મણિમાં જીમ ચિંતામણી સાર, પર્વતમાં જિમ મેરૂ ઉદાર, તરૂમાં જીમ સહકાર; તીર્થંકર જિમ દેવમાં સાર, ગુણ ગણમાં સમકિત શ્રીકાર, મંત્રમાંહી નવકાર; મતમાં જિમ જિનમત મનોહાર, પર્વ પજુસણ તેમ વિચાર, સકલ પર્વ શિણગાર; પારણે સ્વામિ ભક્તિ પ્રકાર, માણેકવિજય વિઘન અપહાર, દેવી સિદ્ધાઈ જયકાર. ૪
શ્રી સિદ્ધચક્રની થોયો - ૧૪
૧
સિદ્ધચક્ર સેવો સુવિચાર, આણી હૈડે હર્ષ અપાર, જિમ લહો સુખ શ્રીકાર, મન શુદ્ધે નવ ઓળી કીજે, અહોનિશ નવપદ ધ્યાન ધરીજે, જિનવર પૂજા કીજે; પડિક્કમણા દોય ટંકના કીજે, આઠે યુઈએ દેવ વાંદીજે, ભૂમિ સંથારો કીજે, મૃષા તણો કીજે પરિહાર, અંગે શીયલ ધરીજે સાર, દીજે દાન અપાર. ૧
અરિહંત સિદ્ધ આચાર્ય નમીજે, વાચક સર્વ સાધુ વંદીજે, દંસણ નાણ શ્રેણીજે, ચારિત્ર તપનું ધ્યાન ધરીજે, અહોનિશ નવપદ ગણણું ગણીજે, નવ આંબિલ પણ કીજે;
For Private And Personal Use Only