________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવચ્છરી પડિક્કમણું કીજે, ખામણા સાથે કરીએ જી, પારણે સ્વામિવચ્છલ કરતાં, પુણ્યભંડારને ભરીયે જી, શાસનદેવી સમકિત ઘારી, સંધસકલ હિતકારી જી, વિજયસિંહસૂરિ સેવક પભણે, બુદ્ધિવિજય જયકારી જી, ૪
પામી પર્વ પર્યુષણ સાર, સત્તરભેદી જિન પૂજા ઉદાર,
કરીએ હરખ અપાર; સદ્ગુરૂ પાસ ધરી બહુ પ્યાર, કલ્પસૂત્ર સુણીએ સુખકાર,
આળસ અંગ ઉતાર; ધર્મ સારથિપદ સુપનાં ચાર, સુપન પાઠક આવ્યા દરબાર,
વીર જન્મ અધિકાર; દિક્ષાને નિર્વાણ વિચાર, ષવ્યાખ્યાન અનુક્રમે ધાર,
સુણતાં હોવે ભવપાર. ૧ નમિ સુવ્રત મલિ અર કંત, કુંથુ શાંતિને ધર્મ અનંત
વિમલ વાસુપૂજ્ય સંત; શ્રી શ્રેયાંસ શીતલ ભગવંત, સુવિધિ ચંદ્ર સુપાર્થ ભદંત,
પદ્મ સુમતિ અરિહંત; અભિનંદન સંભવ ગુણખાણ, અજિતનાથ પામ્યા નિર્વાણ,
એ વિશે અંતર માન; પાસ નેમિસર જગદીશાન, ભાષભ ચરિત્ર કહ્યું પ્રધાન,
સાતમું એહ વખાણ ૨ આઠમે ગણધર સ્થવિર ગણીને, નવમે બારસા સમાચારી લીજે,
નવ વખાણ સુણીજે; ચેત્ય પરિપાટી વિધિશું કીજે, યથાશક્તિએ તપ તપીજે,
આશ્રવ પંચ તજી જે;
For Private And Personal Use Only