________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારણે જસ ગાયા હાલરડાં, સાંભળતા સવી સૂત્ર પાઠવીયા,
વચરસ્વામી શુભ વરીયા, ઇમ સ્થિરાવલી ભાખી જેહ, સોહમસ્વામી ચિંતામણી જેહ,
કલ્પમાં સુણીએ એહ. ૩ જળકળસ મસર ને પાઠાં રૂમાલ, પ્રજીએ પોથીને જ્ઞાન વિશાલ,
ઠવણી સહેજ સંભાળ, વળી પૂજા કરીને ગુરુ અંગે, સંવત્સરી દિન મનને રંગે,
બારસે સુણો એક ચંગે; સાસુ જમાઈના અડીયાને દડીયા, સામાચારી માંહે સાંભળીયા,
ખામણે પાપ જ રળીયા, શ્રી ભાવલધિસૂરિ કહે એ કરણી, શ્રીપદ મહેલ ચટણ નીસરણી,
સિદ્ધાયિકા દુઃખ હરણી. ૪
(રાગ - વીર જિનેસર અતિઅલવેસર) વીરજિનેસર અતિ અલવેસર, પ્રાતઃસમય પ્રણમીજે જી, વડાકલ્પનો વખાણ સુણીને છઠ્ઠતણો તપ કીજે જી, જન્મ કલ્યાણક પડવા દિવસે ઓચ્છવ મહોત્સવ કીજે જી, પૂરવ પુણ્ય પર્વ પજુસણ, આવ્યા લાહો લીજે જી. ૧ પ્રાતઃસમયે દીક્ષા કલ્યાણક, બીજ દિવસ ચિત્ત ધરીએ જી, સાંજ સમે સ્વામી મુક્ત પહોંતા, તાસ ભવિચણ અનુસરીએ જી, ત્રીજ દિને આદિ પાસ નેમીસર, પંચ કલ્યાણક સુણીચે જી, ચોવીશ જિનના અંતર કહીયે, સત્ય વચન ચિત્ત ધરીએ જી. ૨ આઠ દિવસ લગી અમર પળાવો,દાન સંવત્સરી દીજે જી, તપ અઠ્ઠમ કરી બારશે સુણીચે મુગતિ તણા ફલ લીજે જી, શિરાવતી ને સામાચારી, પટ્ટાવલી ગુણ કીજે જી, લખો લખાવો ભણો ભણાવો, શાસ્ત્ર સી પ્રણમીજેજી. ૩
For Private And Personal Use Only