________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહમિ ખમતખામણા કીજે, સમતારસ માંહે ઝીલીજે,
દાન સંવચ્છરી દીજે, શ્રી ચક્રેશ્વરી સાનિધ્ય કીજે જ્ઞાનવિમલ સૂરી જગ જાણીએ,
સુજસ મહોદય લીજે. ૪
(રાગ - શ્રી શકુંજય તીરથ સાર) પુણ્યવંત પોશાળે આવે, પર્વ પજુસણ આવ્યા વધાવે,
ધર્મના પંથ ચલાવે, ઘાંચીની ઘાણી છોડાવે, જીવબંધનની જાળ તોડાવે,
બંદીવાન ખોલાવે; આઠ દિવસ લગે અમર પળાવે, સ્વામિવત્સલ મેરુ ભરાવે,
જિનશાસન દીપાવે, પોષહ પડિક્કમણાં ચિત્ત ધારે, ક્રોધ કષાય અંતરથી વારે,
વીરજીની પૂજારચાવે. ૧ પુસ્તક લઈ રાત્રિજગો કીજે, ગાજંતે વાજંતે ગુરહસ્તે દીજે,
ગહેલી સુહાગણ કીજે, કલ્પસૂત્ર પ્રારંભે વખાણું, વીરજન્મદિન સહુ કોઇ જાણું,
નિશાળ ગરણા ટાણું ખાંડપડા પેંડા પતાસા, ખાંડના ખડીયા નાલીએર ખાસા,
પ્રભાવના ઉલ્લાસા, વીરતણો પહેલો અધિકાર, પાસ નેમીસર અંતર સાર,
આદિચરિત્ર ચિત્ત ધાર. ૨ જંબૂપાટે પ્રભવ ગુણ ભરીયા, શ્રી શય્યભવ જેણે ઉદ્ધરીચા,
યજ્ઞ થકી ઓસરીયા, કોશા ઘેર ચોમાસું કીધું, અખંડ શિયલનું દાન જ દીધું
સ્થૂલભદ્ર નામ પ્રસિદ્ધ
For Private And Personal Use Only