________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*************
પ્રભાવના શ્રીફલની કીજે, યાચક જનને દાન જ દીજે,
જીવ અમારિ કરીજે; મનુષ્યજન્મ ફળ લાહો લીજે, ચોય છઠ્ઠ અઠ્ઠમ તપ કીજે, સ્વામીવત્સલ કીજે; ઇમ અઠ્ઠાઈ ઓચ્છવ કીજે, કલ્પસૂત્ર ઘેર પધરાવીજે, આદિનાથ પૂજીજે. ૧
વડાકલ્પ દિન ધૂર મંડાણ, દશકલ્પ આચાર પરિમાણ, નાગકેતુ વખાણ, પછી કરીએ સૂત્ર મંડાણ, નમુથ્થુણં હોય પ્રથમ વખાણ, મેઘકુમાર અહિઠાણ; દશ અચ્છેરાનો અધિકાર, ઇન્દ્ર આદેશે ગર્ભ પરિહાર; દેખે સુપન ઉદાર; ચોથે સ્વપ્ને બીજું સાર, સ્વપ્ન પાઠક આવ્યા દરબાર, એમ ત્રીજું જયકાર. ૨
ચોથે વીર જન્મ વખાણ, દિશિકુમરી સવી ઇન્દ્રની જાણ, દીક્ષા પંચ વખાણ; પારસ પરિષહ તપને દાન, ગણધરવાદ ચોમાસું પરિમાણ, તવ પામ્યા નિરવાણ; એ છઠ્ઠ વખાણે કહીં, તેલાધર દિવસ એમ લહીયે, શ્રી વીરચરિત્ર એમ સુણીએ, પાસ નેમિજિન અંતર સાત, આઠમે ૠષભ થિર અવદાત, સુણતા હોય શિવસાય. ૩
સંવચ્છરી દિન સહુ નર નારી, બારસા સૂત્ર ને સામાચારી, નિસુણે અઠ્ઠમ ઉદારી; સુણીચે ગુરુ પટ્ટાવલી સારી, ચૈત્યપ્રવાડી અતિ મનોહારી, ભાવે દેવ જુહારી;
For Private And Personal Use Only
૧૪૫