________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૪
*******
www. kobatirth.org
*******
સાંભળી વીરનું ચરિત્ર વિશાળ, ચૌદ સ્વપ્ને થયા ઉજમાળ, જન્મ મહોત્સવ વિશાળ આમલી ક્રીડા એ સુરને હરાવ્યો, દીક્ષા લઇ કેવલ ઉપજાવ્યો, અવિચલ ઠામ સુભાખ્યો પાસ નેમિ સંબંધ સાંભળીએ,ચોવીશ જિનના અંતર સુણીયે આદિ ચરિત્ર સાંભળીએ
વીર તણાં ગણધર અગ્યાર, સ્થિરાવલીનો સુણો અધિકાર, એ કરણી ભવપાર ...૨ અષાઢીથી દિન પચાસ, પર્યુષણ પડિક્કમણું ઉલ્લાસ, એક ઉણું એક માસ સામાચારી માંહે સાધુનો પંથ, વરતે જયણાએ નિર્ગુન્હ પાપ ન લાગે અંશ ગુરૂ આણાએ મુનિવર રાચે, રાગી ઘેર જઇ વસ્તુ ન જાચે, ચાલે મારગ સાચે વિગય ખાવાનો સંશય ન આણે, આગમ સાંભળતા સહુ જાણે, શ્રીવીર જિન વખાણે ...૩ કુંભાર કાનમાં કાંકરી ચંપે, પીડાએ ક્ષુલ્લકપણું કંપે, મિચ્છામિ દુક્કડં જંપે, એમ જે મન આમલો નવિ છોડે, આ ભવ પરભવ દુઃખ બહુ જોડે, પડે નરક ને ખોડે આરાધક જે ખમે ખમાવે, મનશુદ્ધ અધિકરણ શમાવે, તે અક્ષય સુખ પાવે સિદ્ધાયિકા દેવી સાનિધ્યકારી, શ્રી મહિમાપ્રભસૂરિ ગચ્છધારી ભાવરતન સુખકારી ...૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
પર્વ પજુસણ પુન્યે કીજે, સત્તરભેદી જિનપૂજા રચીજે, વાજિંત્ર નાદ સુણીજે,
For Private And Personal Use Only