________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
******* ૧૪૩
૪
મણિ રચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યુષણ કેરો, મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃંદ, એ પર્વ પર્વમાં, જિમ તારામાં ચંદ. ૧
નાગકેતુની પરે, કલ્પ સાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરુમુખ અધિકી લીજે; દોય ભેદે પૂજા, દાન પંચ પ્રકાર, કર પડિક્ષ્મણાં ધર, શિયલ અખંડિત ધાર, ૨
જે ત્રિકરણ શુદ્ધે, આરાધે નવ વાર, ભવ સાત આઠ નવ, અવશેષ તાસ સંસાર; સહુ સૂત્ર શિરોમણિ, કલ્પસૂત્ર સુખકાર, તે શ્રવણે સુણીને, સફળ કરો અવતાર. ૩
સહુ ચૈત્ય જુહારી, ખમત ખામણા કીજે, કરી સાહમ્મિવત્સલ, ફુગતિ દ્વાર પટ દીજે; અઠ્ઠાઈ-મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાઈ, ઇમ કરતાં સંઘને, શાસનદેવ સહાઈ. ૪
૫
જિન આગમ ચઉ પરવી ગાઈ, ત્રણચૌમાસી ચાર અઠ્ઠાઈ, પર્યુષણ પર્વસવાઈ એ શુભ દિનને આવ્યા જાણી, ઉઠો આળસ ઠંડી પ્રાણી, ધર્મની નીક મંડાણી પોહસ પડિક્કમણા કરોભાઈ, માસખમણ પાસખમણ અઠ્ઠાઈ, અઠ્ઠમ તપ સુખદાઈ,
દાન દયા દેવપૂજા સૂરિની, વાચના સુણીયે કલ્પસૂત્રની
આજ્ઞાશ્રી જિનવરની
For Private And Personal Use Only
....વ્
*************