________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજે જી, વરસી પડિક્કમણું મુનિ વંદન, સંઘ સયલ ખામીજી; આઠ દિવસ લગે અમર પળાવી, દાન સુપાત્રે દીજી, ભદ્રબાહુ ગુરુ વચણ સુણીને, જ્ઞાન સુધારસ પીજી. ૩ તરથમાં વિમલાચલ ગિરિમાં, મેરુ મહીંધર જેમજી, મુનિવરમાંહિ જિનવર મોટા, પર્વ પજુસણ તેમજી; અવસર પામી સાહમિવચ્છલ, બહુ પકવાન વડાઇજી, ખિમાવિજય જિન દેવી સિદ્ધાઇ દિન દિન અધિક વધાઈજી. ૪
(રાગ - વીર જિનેશ્વર અતિ અલવેસર) સત્તર ભેદી જિનપૂજા રચીને, સ્નાત્ર મહોત્સવ કીજે જી, ઢોલ દદામા ભેરી નફેરી, ઝલ્લરી નાદ સુણીજે જી; વીરજિન આગે ભાવના ભાવી, માનવ ભવ ફળ લીજે જી, પર્વ પજુસણ પૂરવ પુણ્ય, આવ્યા એમ જાણીએ જી. ૧ માસ પાસ વળી દસમ દુવાલસ, ચારિ અઠ્ઠ કીજે જી, ઉપર વળી દસ દોય કરીને, જિન ચોવીસે પૂજીજે જી; વડા કાનો છઠ્ઠ કરીને, વીર વખાણ સુણીજે જી, પડવે ને દિન જન્મ મહોત્સવ, ધવલ મંગળ વરતીજે જી. ૨ આઠ દિવસ લગે અમર પળાવી, અઠ્ઠમનો તપ કીજે જી, નાગકેતુની પરે કેવળ લહીએ, જો શુભ ભાવે રહીએ જી; તેલાધર દિન ત્રણ કલ્યાણક, ગણધરવાદ વદીજે જી, પાસ નેમિસર અંતર ત્રીજે, બાષભચરિત્ર સુણીજે જી. ૩ બારસા સૂત્ર ને સામાચારી, સંવત્સરી પડિક્કમીએ જી, ચૈત્યપરિપાટી વિધિનું કીજે, સકલ જંતુ ખામીજે જી; પારણાને દિન સ્વામિવત્સલ, કીજે અધિક વડાઈ જી, માનવિજય કહે સકલ મનોરથ, પૂરે દેવી સિદ્ધાઈ જી. ૪
For Private And Personal Use Only