________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધવલમંગલગીત ગહેલી કરીયે, વળી પ્રભાવના નિત્ય અનુસરીએ,
અઠ્ઠમ તપ જપ વરીયે. ૨ આઠ દિવસ લગે અમર પળાવો, તેહ તણો પડહો વજડાવો,
ધ્યાન ધરમ મન ભાવો, સંવત્સરી દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિઘ ભેળો થાય,
બારસા સૂત્ર સુણાચ, શિરાવલી ને સામાચારી, પટ્ટાવલી પ્રમાદ નિવારી,
સાંભળજે નરનારી, આગમસૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરશ,
શાસ્ત્ર સર્વે સુણીશ. ૩ સત્તરભેદી જિન પૂજા રચાવો, નાટકકેરા ખેલ મચાવો,
વિધિશું સ્નાત્ર ભણાવો, આડંબરનું દેહરે જઇએ, સંવત્સરી પડિક્કમણું કરીએ,
સંઘ સર્વને ખમીએ; પારણે સાહમિવચ્છલ કીજે, ચયાશક્તિએ દાન જ દીજે,
પુણ્ય ભંડાર ભરીને, શ્રી વિજયક્ષેમસૂરિ ગણધાર, જશવંતસાગર ગુરુ ઉદાર,
જિગંદસાગર જયકાર. ૪
પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પ ધરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી; કુંવર ગયવર ખંધે ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી, સદ્ગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવોજી. ૧ પ્રથમ વખાણે ધર્મસારથીપદ, બીજે સુપના ચારજી, ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીર જનમ અધિકાર; પાંચમે દીક્ષા છઠું શિવપદ, સાતમે જિન ત્રેવીશજી, આઠમે ચિરાવલી સંભળાવી, પિયૂડા પૂરો જગીશજી. ૨
For Private And Personal Use Only